Gujarat Exclusive > દેશ-વિદેશ > માયાવતીના ભાઇ પર આયકર વિભાગની તવાઇ, 400 કરોડનો બેનામી પ્લૉટ જપ્ત

માયાવતીના ભાઇ પર આયકર વિભાગની તવાઇ, 400 કરોડનો બેનામી પ્લૉટ જપ્ત

0
251

આયકર વિભાગે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના ભાઇ અને પાર્ટી ઉપાધ્યક્ષ આનંદ કુમાર અને તેની પત્ની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આયકર વિભાગે 400 કરોડ રૂપિયાનુો એક બેનામી પ્લૉટ જપ્ત કર્યો છે. આ પ્લૉટ દિલ્હી પાસે આવેલા નોઇડામાં છે.

માયાવતીના ભાઇ આનંદ કુમારની સંપત્તિની તપાસ આયકર વિભાગ કરી રહ્યું હતું. આયકર વિભાગને આ તપાસમાં ખબર પડી કે આનંદ કુમાર પાસે નોઇડામાં 28328 સ્કવેયર મીટરનું એક બેનામી પ્લૉટ છે. સાત એકરમાં ફેલાયેલા આ પ્લૉટની કિંમત આશરે 400 કરોડ રૂપિયા છે.

આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતાના આ બેનામી પ્લૉટને જપ્ત કરવાનો આદેશ 16 જુલાઇએ વિભાગની દિલ્હી સ્થિત બેનામી નિષેધ એકમ (બીપીયૂ)એ જાહેર કર્યો હતો. તે બાદ આજે 18 જુલાઇએ આયકર વિભાગે પ્લૉટને જપ્ત કરી લીધો છે.

આયકર વિભાગના સૂત્રોનો દાવો છે કે આનંદ કુમારની કેટલીક બેનામી સંપત્તિઓની જાણકારી તેમની પાસે છે, જેમણે ભવિષ્યમાં જપ્ત કરવામાં આવી શકે છે. આનંદ કુમાર વિરૂદ્ધ આ કાર્યવાહી માયાવતી સુધી પહોચી શકે છે. આ મામલાની તપાસ આયકર વિભાગ સિવાય પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) પણ કરી રહી છે.

આનંદ કુમારની સંપત્તિમાં 18 હજાર ટકાનો વધારો

આયકર વિભાગ અનુસાર, માયાવતીના ભાઇ આનંદ કુમારની 1,300 કરોડ રૂપિયાની સંપત્તિની તપાસ ચાલી રહી છે. આયકર વિભાગે પોતાની તપાસમાં આરોપ લગાવ્યો કે આનંદ કુમારની સંપત્તિમાં 2007થી 2014 સુધી, 18,000 ટકાની વૃદ્ધિ થઇ છે, તેમની સંપત્તિ 7.1 કરોડ રૂપિયાથી વધીને 1,300 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 12 કંપનીઓ આયકર વિભાગની તપાસના દાયરામાં છે, જેમાં આનંદ કુમાર ડાયરેક્ટર છે.

હવે 22 જુલાઇએ બપોરે લોન્ચ થશે ચંદ્રયાન-2, ઇસરોએ કરી જાહેરાત