Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ઈલેક્ટ્રિક Maruti WagonRની લોન્ચિંગ તારીખ કન્ફોર્મ, એક વખત ચાર્જ કરશો તો દોડશે 150km

ઈલેક્ટ્રિક Maruti WagonRની લોન્ચિંગ તારીખ કન્ફોર્મ, એક વખત ચાર્જ કરશો તો દોડશે 150km

0
1198

દેશમાં વર્તમાન સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. લોકો ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી રહ્યાં છે. આને નજરમાં રાખીને કેટલીક વાહન નિર્માતા કંપનિઓ ઈલેક્ટ્રિક કારોની બજારમાં લાવવામાં લાગી છે. હાલમાં જ Hyundaiએ પોતાની ઈલેક્ટ્રિક કાર Konaને લોન્ચ કરી હતી. હવે મારૂતિ સુઝુકીની WagonR ને ઈલેક્ટ્રિક મોડલમાં રજૂ કરવા જઈ રહી છે.

Maruti WagonR ઈલેક્ટ્રિક કારને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોર્ટ થઈ હતી. દેશભરમાં કંપની તેના 50થી વધુ યુનિટ્સની ટેસ્ટિંગ કરી રહી છે. કંપનીના અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી હતી કે, WagonR ઈલેક્ટ્રિક વર્જન આવનારા વર્ષેની શુરૂઆતમાં બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

આ કાર પેટ્રોલ અને CNG વર્જનમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. આ વેર્ષના અંતમાં સુધી કંપની તેના LPG વેરિએન્ટને પણ લોન્ચ કરશે. ત્યારે આવનારા વર્ષની શરૂઆતમાં ઈલેક્ટ્રિક વર્જન લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે, કાર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી સફર કરી શકશે. આ કારના નિર્માણમાં 50થી 60 ટકા સુધી કોસ્ટ આની બેટરીની હશે.

જોકે આ કારની કિંમત વિશે કોઈપણ પ્રકારની કંપની દ્વારા માહિતી આપવામાં આવી નથી. પરંતુ જાણકારો માને છે કે કંપની આ કારને 8થી10 લાખ રૂપિયાની કિમતમાં લોન્ચ કરી શકે છે. આ કારમાં કંપની ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમનો પણ પ્રયોગ કરી રહી છે જેથી સરળતાથી ઝડપી ચાર્જ શકાય.

હાલમાં જ સરકારે પણ દેશભરમાં ઈલેક્ટ્રિક કારોના ઉપયોગને લઈને ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. તે સાથે દેશભરમાં 1,000 ઈવેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા ટેન્ડર પણ લેવામાં આવ્યા છે. મારૂતિ સુઝુકીનો પ્રયત્નો છે કે, નવી WagonR ઈલેક્ટ્રિકને ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં જેથી વધુ લોકો પાસે આ કાર પહોંચી શકે.

Honda Activaને ટક્કર આપવા Suzuki Access 125ની નવી એડિશન લોન્ચ