Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Maruti Ertiga નવા BS-6 એન્જિન સાથે થઇ લોન્ચ, આપશે વધુ માઇલેજ અને વધશે પરફોર્મન્સ

Maruti Ertiga નવા BS-6 એન્જિન સાથે થઇ લોન્ચ, આપશે વધુ માઇલેજ અને વધશે પરફોર્મન્સ

0
272

દેશની સૌથી મોટી કાર નિર્માણ કંપની Maruti Suzukiએ પોતાની લોકપ્રિય એમપીવી Ertigaને નવા BS-6 એન્જિન સાથે લોન્ચ કરી છે. કંપનીની આ નવી Ertigaની કિંમત 7.55 લાખ રૂપિયાથી લઈને 10.50 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે, સાથે કારના ZXi ઓટોમેટિક વેરિએન્ટ Alto, Swift, Baleno અને Wagon R બાદ પહેલી એવી કાર છે જેમાં કંપનીએ BS-6 એન્જિનનો પ્રયોગ કર્યો છે.

નવી Ertigaમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિનનો પ્રયોગ કર્યો છે જે 105hpની પાવર અને 138Nmના ટાર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાથે તેમાં 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશન ગિયરબોક્સની સાથે પણ બજારમાં ઉપલબ્ધ છે. આ કારમાં કંપનીએ પોતાની પારંપરિક SHVS ટેકનોલોજીનો પ્રયોગ કર્યો છે.આ હાઈબ્રિજ ટેકનોલોજી કારનું માઈલેજ સારૂ બનાવે છે.

નવા અપડેટ બાદ Ertigaના લોએરમાં લગભગ 10,000 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે આ ટોપ એન્ડ વેરિએન્ટમાં 55,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ દેશની ટોપ 5 બેસ્ટ સેલિંગ એમપીવીઓમાની એક છે. જૂન મહિનામાં 7,567 યૂનિટ્સની સાથે 4 નંબર પર છે.

ગત 27 જુલાઈએ કંપનીએ Ertigaના CNG વેરિએન્ટ પણ લોન્ચ કર્યું છે. જેની કિંમત 8.88 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભવિષ્યમાં કંપની આ એમપીવીના ક્રોસઓવર વર્જનને પણ લોન્ચ કરવાની છે. જેમાં કંપનીને 6 સીટ આપવામાં આવી છે. હાલમાં આ એમપીવીની ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું છે. જેને કંપનીએ પ્રીમિયમ નેક્સા શોરૂમના માધ્યમથી દેશ ભરમાં વહેચવામાં આવશે.

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે Maruti S-Presso મિની એસયૂવી! ઓછી કિંમતમાં Mahindra KUV100ને આપશે ટક્કર