Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > સપ્ટેમ્બરમાં લોન્ચ થશે Maruti S-Presso મિની એસયૂવી! ઓછી કિંમતમાં Mahindra KUV100ને આપશે ટક્કર

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે Maruti S-Presso મિની એસયૂવી! ઓછી કિંમતમાં Mahindra KUV100ને આપશે ટક્કર

0
317

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝુકીએ પોતાની પહેલી મિની એસયુવી Maruti S-Pressoને લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની આ એસયુવીને સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરી શકે છે. કંપની આ એસયુવી પોતાની એરિયા ડીલરશિપના માધ્યમથી સમગ્ર દેશમાં વહેચવામાં આવશે.

જણાવી દઈએ કે, કંપનીએ ગત ઓટો એક્સપોમાં પોતાની Future S કોન્સેપ્ટને રજૂ કર્યુ હતું. આ મિની એસયુવી તે જ કોન્સેપ્ટના પ્રોડક્શન વર્જન છે. આ એસયુવી Vitara Brezzaથી નીચેની શ્રેણીમાં આવશે.સાઈજ અને કિંમત પણ ઓછી છે. ઘરેલુ બજારમાં આ મિની એસયુવી મુખ્ય રૂપથી Renault Kwid અને Mahindra KUV100ને ટક્કર આપશે.

જોવામાં ભલે આ એસયુવી નાની હશે પરંતુ કંપની તેમાં 180mmના ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને હાઈ સીટિંગ પોજિશન આપી રહી છે. ઈન્ટીરિયરની વાત કરીએ તો કંપનીએ તમામ સેલેરિયો જેવી કેબિન આપી શકે છે. સાથે ડેશબોર્ડ પણ કોન્સેપ્ટ વર્જનથી મળતુ લાગતું હશે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર, ટચ સ્ક્રીન ઈન્ફોટેમેન્ટ જેવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવી શકે છે.

Maruti S-Pressoમાં કંપની સેન્ટર એસી વેન્ટ આપવામાં આવશે. તેમાં LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સ,ચોકોન ટેલ લાઈટ્સ અને રેક્ડ રિયર વિન્ડશિલ્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીએ એસયૂવીમાં 1.2 લીટરની ક્ષમતાનું BS6 માનક વાળા પેટ્રોલ એન્જિનનો પ્રયોગ કરી શકો છો. જેના પ્રયોગથી કંપની પોતાની વેગનઆર, સ્વિફ્ટ અને ઈગ્નિસ જેવી કારોમાં કરી રહી છે.

આ સમયે દેશમાં કોમ્પેક્ટ એસયુવીની ડિમાન્ડ ખૂબ તેજીથી વધી રહી છે. લોકોમાં હેચબેક અને સિડાન કારની જગ્યાએ સેગ્મેન્ટની કારોને ખરીદી રહી છે.

આજે Amazon પર Oppo K3નો સેલ, આ રીતે ઓફર્સનો લાભ ઉઠાવો