Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આજથી બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી કરશે અસર?

આજથી બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી કરશે અસર?

0
82

નવી દિલ્હી: 1-ઓગસ્ટ એટલે કે આજથી ભારતમાં અનેક મોટા નિયમો બદલાવા જઈ રહ્યાં છે. જેની તમારા રોજિંદા જીવન પર સીધી અસર પડશે. આ નવા નિયમોથી એક તરફ તમને રાહત મળશે, તો બીજી તરફ જો તમે કેટલીક વાતો પર ધ્યાન નહીં આપો તો તમને આર્થિક નુક્સાન પણ થઈ શકે છે.

જેમાં રાંધણ ગેસ સિલિન્ડર, કેટલીક બેંકોમાં મિનિમમ બેલેન્સ, અનલૉક-3ની ગાઈડલાઈન, RBI બેંકની બચત ખાતા પર વ્યાજનો દર, EPFમાં યોગદાન, સુકન્યા સમૃદ્ધિ, ફોર અને ટૂ-વ્હિલર ખરીદવા અને ઈ-કૉમર્સ કંપનીઓ સાથે સંકળાયેલા નિયમો સામેલ છે. તો ચાલો આ તમામ ફેરફારો વિશે વિગતવાર જોઈએ…

સેવિંગ એમાઉન્ટ પર વ્યાજ
આજથી સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા પર 4.75 ટકા, 1 થી 10 લાખ રૂપિયા પર 6 ટકા અને 10 લાખથી 5 કરોડ રૂપિયા સધી જમા રકમ પર 6.75 ટકા વ્યાજ મળશે. આ ઉપરાંત બેંક કાર્ડ ખોવાઈ જવા અથવા ડેમેજ થવા પર તમારે જ પૈસા ચૂકવવાના રહેશે.

મિનિમમ બેલેન્સ પર ચાર્જ
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મિનિમમ બેલેન્સને લઈને પણ આજથી નિયમો બદલાઈ ગયા છે. એક્સિસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્રી, RBL બેંક 1 ઓગસ્ટથી ટ્રાન્જક્શનના નિયમો બદલી રહી છે. જેમાં કેટલીક કેશ ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે કેટલીક બેંકો મિનિમમ બેલેન્સ વધારવાની તૈયારીમાં છે.

મિનિમમ બેલેન્સ એ રકમ હોય છે, જે તમારા ખાતાને મેન્ટેન કરવી પડે છે. ખાતામાં આ રકમ કરતા ઓછી એમાઉન્ટ હોય, તો પેનલ્ટી લાગે છે.

આ પણ વાંચો: 31 ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક, DGCAનો નિર્ણય

PM કિસાન સમ્માન નિધિ યોજના
આજથી આ યોજના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોના ખાકામાં 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો મોકલવા જઈ રહી છે.

ઈ-કૉમર્સ કંપનીઓ માટે નવા નિયમો
આજથી ઈ-કૉમર્સ કંપનીઓને એ બતાવવું જરૂરી થઈ ગયું છે કે, તેઓ જે પ્રોડક્ટ પોતાની સાઈટ પર વેચાણ કરી રહી છે. તે ક્યાં બની છે? જો કે કેટલીક કંપનીઓએ પહેલા જ આ જાણકારી દર્શાવવાની શરૂ કરી દીધી છે.

બાઈક-કાર ખરીદવું થયું સસ્તું
આજથી કાર અને બાઈકના વીમા સાથે સંકળાયેલા નિયમો બદલાવા જઈ રહ્યાં છે. IRDAના આદેશ અનુસાર, 1 ઓગસ્ટથી વાહન ખરીદવા સમયે કાર માટે 3 વર્ષ અને બાઈક માટે 5 વર્ષનો થર્ડ પાર્ટી કવર લેવો જરૂરી નહીં રહે. આ આદેશ બાદ નવા વાહન ખરીદનારા લોકોને રાહત મળશે. તેઓને ઈન્સ્યોરન્સ પર ઓછો ખર્ચ કરવો પડશે. જેથી તેઓ વ્યાજબી કિંમત ચૂકવીને વાહન ખરીદી શકશે.

LPG ગેસની કિંમત
સરકાર દર મહિનાની 1 તારીખે LPG રાંધણ ગેસ સિલિન્ડરની નવી કિંમતોની જાહેરાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી તેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો હતો. જો કે રાહતની વાત એ છે કે, કંપનીએ આ મહિને ગેસની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો.

આ પણ વાંચો: અનલૉક-3: સુરતમાં હીરા ઉદ્યોગ માટે નવી ગાઈડલાઈન જાહેર

PPF પર પેનલ્ટીની રકમ
લૉકડાઉન વચ્ચે પોસ્ટ વિભાગે PPF સહિત નાની બચત યોજનામાં નક્કી કરેલ સમયની અંદર ન્યૂનતમ રકમ ના જમા કરાવા પર પેનલ્ટી બંધ કરી હતી. પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, રિકરિંગ ડિપૉઝીટ જેવી યોજનાઓમાં પેનલ્ટી વિના 31 જુલાઈ સુધી ન્યૂનતમ રકમ જમા કરાવી શકાતી હતી. અગાઉ આ તારીખ 30 જૂન સુધીની હતી. જેને 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી.

સુકન્યા સમૃદ્ધિ યોજના
બીજી તરફ કોરોના સંકટ વચ્ચે સરકારે જાહેરાત કરી હતી કે, 25 માર્ચ 2020 થી 30 જૂન 2020 દરમિયાન જે બાળકી 10 વર્ષની થઈ છે. તેમના માટે 31 જુલાઈ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવવાની આખરી તક હતી.

ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર દીકરીને ભારના સમજે, તે માટે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં દર 3 મહિને સમીક્ષા કરવામાં આવે છે. હાલ આ યોજનામાં 7.16 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.