Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > રાષ્ટ્રવાદના આ સમયમાં જો ‘ભારત કુમાર’ ફિલ્મોમાં સક્રિય હોત તો શું થાત?

રાષ્ટ્રવાદના આ સમયમાં જો ‘ભારત કુમાર’ ફિલ્મોમાં સક્રિય હોત તો શું થાત?

0
394

1965મા થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ અભિનેતા મનોજ કુમારને એમ જ કહી દીધુ હતું કે તે તેમના નારા ‘જય જવાન જ્ય કિશાન’ પર આધારિત એક ફિલ્મ બનાવે.ત્યાર બાદ વર્ષ 1967માં મનોજ કુમારની ફિલ્મ ‘ઉપકાર’ આવી હતી. આ ફિલ્મમાં તે ખેડૂત અને જવાનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી મનોજ કુમારે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ પણ કર્યુ હતું. આ ફિલ્મ બાદ તેમને દેશભક્તિની ઘણી ફિલ્મો બનાવી જેને કારણે તેમનું નામ જ ભારત કુમાર થઇ ગયુ હતું.જોકે, સમય રાષ્ટ્રવાદનો છે એટલા માટે સવાલ કરવામાં આવી રહ્યો છે કે, આજે મનોજ કુમાર ફિલ્મોમાં સક્રિય હોત તો શું વર્તમાન સરકારના તેવા જ માનીતા હોત જેવા અક્ષય કુમાર અને અનુપમ ખેર છે?

‘શહીદ’,’ઉપકાર’,’રોટી કપડા ઓર મકાન’ જેવી ફિલ્મો બનાવનારા અભિનેતાની ફિલ્મોમાં આજ-કાલ બની રહેલી દેશભક્તિની પહેલાની ફિલ્મોથી આખી અલગ હતી. જેમાં નાયક દેશને બચાવવા માટે એકલો જ એક ખરતનાક અને અસંભવ લાગતા મિશનને અંજામ આપતા જેવા મળતા હતા. તેમની ફિલ્મ સંબંધિત તાર્કિક અને સત્યતા બતાવતી હતી. મનોજ કુમાર જે રીતે પોતાની ફિલ્મોમાં મજૂરો અને મેહનત કરતા લોકોના અધિકારોની વાત કરતા જોવા મળતા હતા. તે થોડા હિરોઈજ્મની સાથે તે સમયના સંઘર્ષની વાસ્તવિકતાને પણ દર્શાવતા હતા. જો આજે,તે આ રીતના અસંતુષ્ટ કારીગરોને દર્શાલતી ફિલ્મ બનાવતા તો ડાબેરી અને દેશની છબી ખરાબ કરનારા બની શકતા હતા અને ત્યારે એવુ બની શકતુ હતું કે તેના માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતા.

સોશિયલ મીડિયાની વાત કરીએ તો હિન્દુ બ્રાહ્મણ મનોજ કુમાર અથવા હરિકૃષ્ણ ગિરી ગોસ્વામીના પક્ષમાં જવાના હતા. સરકાર મુસ્લિમ કલાકારો પર કોઈ વાંધો ઉઠાવતી નથી પરંતુ મોટાભાગના ભાજપના સમર્થક કેટલાક લોકો હિન્દૂ કલાકારોના સમર્થ અને બોલિવૂડના ખાનોના વિરોધમાં અવાર નવાર સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવતા નજરે પડે છે.

આજે જે કદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે તે કદ તેમના સમયમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું હતું, તેમના દ્વારા લગાવવામાં આવેલી ઇમરજન્સી તે સમયમાં મનોજ કુમાર તે કેટલાક કલાકારોમાંથી એક હતા જેમણે શ્રીમતી ગાંધીની નારાજગી લઇ લીધી હતી. પોતાની ફિલ્મ ‘શોર’ અને ‘દસ નંબરી’ના દૂરદર્શન પર પ્રસારણને લઇને થયેલા વિવાદને લઇ તે કોર્ટ સુધી ગયા હતા. આ ઘટના એટલી વધી ગઇ કે આ ચક્કરમાં બની રહેલી ફિલ્મ ‘નયા ભારત’ ક્યારેય પુરી થઇ શકી નહતી. આ સાથે જ ફિલ્મ ‘શોલે’ને લઇને સેન્સર બોર્ડ સાથે થયેલા વિવાદમાં પણ તેમણે ફિલ્મ નિર્માતાઓનો સાથ આપ્યો હતો.જોકે, આ બન્ને ઘટના ઇમરજન્સીના સમયે થઇ હોવા છતા સીધી તેની સાથે જોડાયેલી નથી પરંતુ તેમના દ્વારા આ જરૂર સમજી શકાય કે આજની પરિસ્થિતિમાં મનોજ કુમારનું વલણ વર્તમાન સરકાર પ્રત્યે આટલુ નરમ ના હોત.

એવામાં મજાક કરતા કહી શકાય કે મનોજ કુમાર પોતાના આ વલણનો એક મોટો ફાયદો ઉઠાવી શકતા હતા. આ ફાયદો તેમણે વારંવાર તેમના જન્મ સ્થાન એબટાબાદની મુસાફરીના રૂપમાં મળી શકતો હતો. જોવા જ તે સત્તા અથવા સત્તાધારી કોઇ પર નકારાત્મક ટિપ્પણી કરતા, નેતાઓથી લઇને તેમના સમર્થક સુધી તેમણે પાકિસ્તાનના વીજા અને ટિકિટ આપવાની તૈયારીમાં નજરે પડતા અને પાકિસ્તાન પણ આ પ્રસંગને કઇ રીતે ચુકી શકતુ હતું. તે ખુલ્લા દિલથી ભારતને ચીઢવવા માટે તેમનું સ્વાગત કરતા નજરે પડતુ હોત.

મૉબ લિંચિંગ: અનુરાગ કશ્યપ સહિત 49 હસ્તીઓએ PM મોદીને લખ્યો પત્ર