Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કંગનાને સુરતના વેપારીઓનું સમર્થન, છપાવી ‘મણિકર્ણિકા’ની સાડી

કંગનાને સુરતના વેપારીઓનું સમર્થન, છપાવી ‘મણિકર્ણિકા’ની સાડી

0
97

મણિકર્ણિકાના ફોટાવાળી સાડી પર લખ્યું “I Support Kangana Ranaut”

સુરત: સુશાંત આત્મહત્યા કેસમાં બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત દેશ અને દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ કંગના અને મહારાષ્ટ્ર સરકાર આમને સામને છે, ત્યારે દેશભરમાંથી કંગનાને સમર્થન મળી રહ્યું છે. કંગનાની સંપત્તિ પર બુલડોઝર ચલાવી ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દેશભરમાંથી જ્યારે કંગનાને સમર્થન મળી રહ્યું છે, ત્યારે સુરતના કાપડ વેપારીએ કંગનાની મણિકર્ણિકા ફિલ્મની પ્રિન્ટની સાડી (Manikarnika Printed Sari) બનાવી છે.

આ પણ વાંચો: કંગનાનો રાવત પર હુમલોઃ શું ભાજપ સેનાના ગુંડા દ્વારા મારું લિન્ચિંગ થવા દે?

મુંબઈ અને સુરત બન્ને ઔદ્યોગિક શહેરો છે, ત્યારે અનેક વખત મુંબઈમાં બનતી ઘટનાને કારણે સુરત ચર્ચામાં રહેતું હોય છે. હાલમાં કંગના રનૌત સાથે જે કઈ પણ થઈ રહ્યું છે, તેને પગલે અનેક લોકો તેના સમર્થનમાં આવ્યા છે, કાપડ અને તેમાં પણ સાડી માટે સિલ્ક સિટી તરીકે જાણીતા સુરતના બે કાપડના વેપારીઓએ કંગનાનું સમર્થન કરતા તેની ફિલ્મ મણિકર્ણિકા ના ફોટાવાળી સાડી પ્રિન્ટ (Manikarnika Printed Sari) કરાવી છે. સુરતમાં આવેલી આલિયા ફેબ્રિક્સ પ્રીમિયમના માલિક છોટુભાઇ ઝુનઝુનવાળા અને રજત ડાવરેએ આ સાડી બનાવી છે. આ અંગે રજત ડાવરનું કહેવું છે કે,

“કંગના પ્રશાસન સામે લડી રહી છે, તેથી અમને તેને સમર્થન આપવાની પ્રેરણા મળી છે. અમારો સાડીઓનો બિઝનેસ છે, ત્યારે અમે તેમને અમારા બિઝનેસ થકી સમર્થન આપવાનું નક્કી કરી આ સાડી બનાવી છે. હાલ મણિકર્ણિકા ફિલ્મની પ્રિન્ટવાળી સાડી (Manikarnika Printed Sari) બનાવી છે અને અન્ય ડિઝાઇન પર પણ કામ ચાલી રહ્યું છે. મુંબઈ, દિલ્હી સહિતના શહેરોથી ઓર્ડર મળી રહ્યા છે, હાલ સાડીની લોએસ્ટ પ્રાઈઝ 1000 રૂપિયા છે, અલગ અલગ ફેબ્રિક્સ મુજબ અલગ અલગ ભાવ નક્કી કરાયા છે.”

છોટુભાઈ ઝુનઝુનવાળા કહેવું છે કે

“મહારાષ્ટ્ર સરકાર સામે કંગના લડી રહી છે, તે હંમેશા પોતાની પ્રતિક્રિયા આપે છે, તેની સંપત્તિ પર તોડફોડ કરવામાં આવી હતી. તેને મુંબઈમાં પગ નહીં મૂકવાની ધમકી આપવામાં આવી હતી. જે એક અન્યાયકારક છે, જેથી તેને સમર્થન આપવા માટે હાલ અમે 4000 સાડી બનાવી છે, હાલ દેશભરમાંથી અમને ઓર્ડર મળી રહ્યા છે. મારી ઈચ્છા છે કે કંગના જો મંજૂરી આપે તો આ સાડી હું તેમને ગિફ્ટ કરવા માગું છું.”