Gujarat Exclusive > દેશ-વિદેશ > માનેસર જમીન કૌભાંડ: EDએ ₹ 68 કરોડની સંપત્તિ જપ્ત કરી

માનેસર જમીન કૌભાંડ: EDએ ₹ 68 કરોડની સંપત્તિ જપ્ત કરી

0
237

હરિયાણાના માનેસર જમીન કૌભાંડમાં તપાસ કરનાર કેન્દ્રીય પ્રવર્તન નિર્દેશાલય (ED)એ આજે 68 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ અંગે અધિકારીઓએ શુક્રવારે માહિતી આપી છે.

EDના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ ના જણાવવાની શરતે જણાવ્યું કે, મની લોન્ડ્રિંગના આરોપ બાદ આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. EDએ વર્ષ 2016માં જમીન કૌભાંડમાં ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસ હાલ ચાલી રહી છે.

EDએ કેન્દ્રીય તપાસ એજન્સી CBI દ્વારા દાખલ કરવામાં આવેલ એક ફરિયાદના આધારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા સહિત અન્ય લોકો પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે EDએ ગુરૂવારે હુડ્ડાની રાતભર પૂછપરછ હાથ ધરી હતી.

ભાજપના મંત્રીએ કોંગ્રેસના મુસ્લિમ MLAને હાથ પકડીને ‘જય શ્રી રામ‘ બોલવા કહ્યું, વીડિયો વાયરલ