Gujarat Exclusive > દેશ-વિદેશ > જંગલમાં મંગલ: 40 વર્ષો બાદ ફરી ખતરનાક જંગલોમાં જોવા મળશે PM મોદી

જંગલમાં મંગલ: 40 વર્ષો બાદ ફરી ખતરનાક જંગલોમાં જોવા મળશે PM મોદી

0
7400

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ટૂંક સમયમાં તમને ભયાનક જંગલોમાં ભટકતા જોવા મળશે. આ જંગલોમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એવો અવતાર જોવા મળશે, જે અગાઉ તમે ક્યારેય નહીં જોયો હોય.

હકિકતમાં મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી (Discovery) ચેનલના પ્રખ્યાત શૉ મેન વર્સેઝ વાઈલ્ડ (Man Vs Wild)માં જોવા મળશે. જેમાં તેઓ જાણીતા જંગલ લવર બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. હાલ માત્ર આ શૉનો પ્રોમો રજૂ કરવામાં આવ્યો છે.

આ શૉનું સમગ્ર શૂટિંગ જિમ કૉર્બેટ નેશનલ પાર્કના જંગલોમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં PM મોદી વન્ય અને જીવ સંરક્ષણને લઈને બેયર ગ્રિલ્સ સાથે ચર્ચા કરતા જોવા મળશે. અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ જંગલોમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા.

આ શૉને લઈને બેયર ગ્રિલ્સે ટ્વીટ કરીને જણાવ્યું કે, 180 દેશોના લોકોને જલ્દી વડાપ્રધાન મોદીનો નવો અવતાર જોવા મળશે.

આ ચેનલો પર પ્રસારિત કાર્યક્રમ
Man Vs Wild કાર્યક્રમ 12 ઓગસ્ટના 9 વાગ્યે આવશે. આ શૉ એક સાથે ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી HD વર્લ્ડ, એનિમલ પ્લેનેટ, ડિસ્કવરી સાયન્સ, એનિમલ પ્લેનેટ HD વર્લ્ડ, TLC, TLC HD વર્લ્ડ, જીત પ્રાઈમ HD, ડિસ્કવરી સાયન્સ, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ડી તમિલ પર જોવા મળશે. જે 180 દેશોમાં જોવા મળશે.

બેયર ગ્રિલ્સ પોતાના શો Man Vs Wildમાં એનેક હસ્તિઓ સાથે હોસ્ટ કરી ચૂક્યા છે. તેમની સાથે જંગલોમાં ટેનિસ પ્લેયર રોજર ફેડરર, હૉલીવડુ સ્ટાર કેટ વિન્સલેટ પણ સામેલ છે. બિયર ગ્રિલ્ર એર પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહી ચૂક્યા છે. કર્નલ બેયર ગ્રિલ્સ રોયલ મરિન કમાન્ડો રહી ચૂક્યા છે. ગ્રિલ્સે 85 પુસ્તકો લખ્યા છે, જેમાં “સ્વેટ એન્ટ ટિયર્સ” બેસ્ટ સેલર રહી છે.

ITના દરોડામાં કુલદીપ બિશ્નોઈની 200 કરોડની વિદેશી સંપત્તિનો ખુલાસો