Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ ગળે ફાંસો ખાધો

ગાંધીનગર MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ ગળે ફાંસો ખાધો

0
97

ગાંધીનગર (અનિલ પુષ્પાગંદન): શહેરના સેક્ટર-21 MLA ક્વાટર્સના બ્લોક નંબર 12/10માં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારમા ભાણીયા રાકેશ સિંહ ચાવડાએ ગત મધરાત્રે ક્વાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સેક્ટર-21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર-21 એમએલએ ક્વાટર્સના બ્લોક નંબર 12/10નું મકાન ઠાસરા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને ફાળવવામાં આવ્યું છે. ધારાસભ્યને ફાળવવામાં આવેલા આ મકાનમાં તેમનો 42 વર્ષીય ભાણીયો રાકેશ સિંહ હઠીસિંહ ચાવડા તેના પરિવાર સાથે રહેતો હતો. અહીં તે તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. રાકેશ સિંહને છેલ્લા દોઢ-બે મહિનાથી લકવો થઈ ગયો હતો. જેના કારણે તે માનસિક તનાવમાં રહેતો હતો.

આ પણ વાંચો: ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનનું ટ્રાયલ ફરી થશે શરૂ, DCGIએ આપી મંજૂરી

ગઈકાલે રાત્રે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા બાદ મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં તેમના પત્નીએ ઉઠીને જોયું, ત્યારે રાકેશ સિંહ રૂમમાં ના દેખાતા તેમણે આસપાસ શોધખોળ કરી હતી. જેમાં રાકેશ સિંહ ક્વાટરની જાળી પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

પત્નીની બૂમાબૂમ સાંભળીને પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ મૃત રાકેસ સિંહના સગામામા ધારાસભ્ય કાંતિ પરમારને પણ કરી દેવામાં આવી છે.

સેક્ટર-21ના સીનિયર PI અમર સિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, મૃત યુવાન કોઈ કામ કરતો નહતો. તેમજ છેલ્લા દોઢ-બે મહિનાથી લકવાની બીમારીથી કંટાળીને આ આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હજુ આગળની તપાસ ચાલી રહી છે. (Image Caption: પ્રતિકાત્મક ફોટો)