Gujarat Exclusive > દેશ-વિદેશ > તૃણમૂલની મહારેલીમાં મમતા બેનર્જીનો આરોપ- મોદી સરકારે ઈવીએમ દ્વારા કરી ગેરરીતી

તૃણમૂલની મહારેલીમાં મમતા બેનર્જીનો આરોપ- મોદી સરકારે ઈવીએમ દ્વારા કરી ગેરરીતી

0
221

મમતા બેનર્જીએ કોલકત્તામાં યોજાયેલી તૃણમૂલની મહારેલીમાં રવિવારે કેન્દ્ર સરકારને આડે હાથે લીધા છે, તેમણે મોદી સરકાર ઉપર ઈવીએમ દ્વારા ગેરરીતી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ, સીઆરપીએફ, કેન્દ્રની પોલીસ અને ચૂંટણી કમિશનનો ઉપયોગ કરીને જીત મેળવી છે.

મમતાએ ચૂંટણી કમિશનથી માંગ કરી છે કે તેઓ રાજ્યમાં થનારી પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં બેલેટ પેપેરનો ઉપયોગની મંજૂરી આપે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, બીજેપીના લોકો સીટો જીતીને અમારી ઓફીસો ઉપર કબ્જો કરવાની કોશીશ કરી રહ્યા છે અને લોકોને મારી રહ્યા છે.

રેલીને લઈને બીજેપી અને ટીએમસીએ એકબીજા ઉપર આરોપ લગાવ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીજેપી ઉપર ટીએમસીની રેલીને નિષ્ફળ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો અને બીજેપીએ ટીએમસીની રેલીને ‘મમતાનો સર્કસ’ નામ આપ્યુ હતુ.

મમતા બેનર્જીએ કહ્યુ કે, બીજેપી ટીએમસીના કાર્યકર્તાઓને રેલીમાં શામેલ થવાથી રોકવાના પ્રયાસો કરી રહી છે. પાર્ટીએ રાજ્યના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ વિરુદ્ધ એફઆઈઆર પણ લખાવી છે. પાર્ટીનો આરોપ છે કે ઘોષે ટીએમસી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકી આપી છે કે જો તેઓ રેલીમાં શામેલ થશે તો તેમને બસો વડે ખેંચીને મારવામાં આવશે.

બેનર્જીએ કહ્યુ કે, “મારા ધ્યાનમાં એક વાત આવી છે તે બીજેપીના ઈશારા ઉપર રેલ્વે રવિવારે સામાન્ય સંખ્યામાં ટ્રેનોનું સંચાલન નહી કરે. મારી સુચનામાં છે કે રવિવારે માત્ર 30 ટકા ટ્રેનો જ ચાલશે. આ બરોબર નથી.” તે પહેલા દિલીપ ઘોષે રવિવારે થનારી ટીએમસીની રેલીને ‘દીદીનો સર્કસ’થી ઉલ્લેખ કર્યો હતો.

ઘોષે કહ્યુ કે બધા જ લોકો દીદીના સર્કસ જોવા જશે. તૃણમૂળ કોંગ્રેસ દર વર્ષે 21 જૂલાઈએ પશ્ચિમ બંગાળમાં વામ મોર્ચા શાસન દરમિયાન 1993માં પોલીસની ગોળીબારમાં માર્યા ગયેલા 13 યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓની સ્મરણમાં રેલીનુ આયોજન કરે છે. મમતા બેનર્જી તે સમયે યુવા કોંગ્રેસના નેતા હતા.

બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પણ રાજ્યની ટીએમસી સરકાર પર પ્રહાર કર્યો હતો. સુપ્રિયોએ ટ્વીટ કરીને કહ્યુ કે, ’19માં હાફ થયુ, 21માં સાફ થઈ જશે. (તૃણમૂલ સંબેશ).’ રૈલીમાં ચુંટણી રણનીતીકાર પ્રશાંત કિશોર રૈલીમાં હાજર હતા.

નર્મદા પાણી મુદ્દે ગુજરાત-મધ્ય પ્રદેશ સામસામે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરતી હોવાનો CM રૂપાણીનો આક્ષેપ