Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: સગીરાનો બીભત્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ, નોંધાઈ ફરિયાદ

નર્મદા: સગીરાનો બીભત્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ, નોંધાઈ ફરિયાદ

0
710

રાજપીપળા: આજના યુવાનમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને યુવાનોમાં સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો સદઉપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગના કિસ્સાઓમાં ખાસ્સો એવો વધારો થયો છે. રાજયના નર્મદા જિલ્લામાં જ સોશિયલ મીડિયમાં યુવતીઓના બીભત્સ ફોટા વીડિયો વાયરલ કરાયા હોવાના ભૂતકાળમાં ઘણા કિસ્સા સામે આવ્યા છે.

નર્મદા જિલ્લાના સેલંબાના એક મુસ્લીમ યુવાને આદિવાસી સગીરાનું અપહરણ કરી ઉમરપાડા બલદેવાના જંગલમાં લઇ દુષ્કર્મની કોશિશ કરી હતી એટલું જ નહીં દુષ્કર્મની કોશિશનો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવી સોશિયલ મીડિયામાં મૂકી સગીરાને બદનામ કરતા યુવાન વિરુદ્ધ આઇટી એક્ટ અને એક્ટ્રોસિટીની ફરિયાદ સગીરાએ નોંધાવતા ચકચાર મચી છે.

સાગબારા તાલુકાના એક ગામની 16 વર્ષની આદિવાસી સગીરા સાગબારાની જ એક સ્કૂલમાં ભણે છે. એ સગીરાને શાળાએ જતા આવતા સેલંબાના જમાદાર ફળિયામાં રહેતો મુસ્લિમ યુવાન જુબેર કલીમ દીવાન પરેશાન કરતો હતો. સમય જવા છતાં સગીરા તેને વસ ન થઇ એટલે તેના ફોટા પાડી તેના માતા પિતાને બતાવીશ એવી ધમકી આપી એને ફસાવી અને સાગબારાથી તેની બાઈક પર સગીરાને એની મરજી વિરુદ્ધ બેસાડી ઉમરપાડાના બલદેવા જંગલમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે શારીરિક છેડછાડ કરી એનો વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધો અને વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેથી એ સગીર વયની કિશોરીને આ બદનામીની બાબત તેના પરિવારને જણાવી અને અંતે એ યુવાન વિરુદ્ધ સગીરાએ સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સાગબારા પોલીસે યુવાન સામે આઇટી એક્ટ અને એક્ટ્રોસિટીની ફરિયાદ નોંધી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

હવે ગુજરાત પણ મહિલાઓ માટે નથી સુરક્ષિત, 5 વર્ષમાં 97 ગેંગરેપ, અમદાવાદમાં જ બની 15 ઘટના