Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં 11 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં 11 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ

0
492

શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં 2017થી ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ લખી મોતને વ્હાલું કર્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને 11 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 21મી જૂનના રોજ ચાંદખેડામાં રહેતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુનીએ પોતાના ઘરે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. જે બાદ તેણે લખેલ સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ મામલે 11 લોકો સામે આપઘાત માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કાંતિ પરમાર, રાજન પરમાર, જયેશ પરમાર, જ્યેશની પત્ની હિના પરમાર, આરતી પરમાર, કમળા પરમાર, પુષ્પા પરમાર, રિધમ પરમાર, અરવિંદ પરમાર અને સેન્ટી પરમાર વિરૂદ્ધ ફરિયાદ થઈ છે.

આ તમામ 11 આરોપીઓ વડનગરનાં રહેવાસી છે, જેમનો ફાલ્ગુની સાથે ઝઘડો થયો હતો. આ મામલામાં ચાંદખેડા પોલીસે સ્યુસાઇડ નોટ અને અન્ય પુરાવા પર તપાસ હાથ ધરી છે.

ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે ભાઈને રોલ મોડલ ગણાવ્યો હતો, તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી હતી. માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યા હતા. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે. આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે.

આખરે અટકળોનો અંત! અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આવતીકાલે ભાજપમાં ભળશે