Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > કાશ્મીરમાં પેટ્રોલિંગ કરશે લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની

કાશ્મીરમાં પેટ્રોલિંગ કરશે લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની

0
372

ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક જ સમયમાં વર્દીમાં કાશ્મીરની ગલીઓમાં પ્રેટ્રોલિંગ કરતાં જોવા મળશે. તેમને પ્રાદેશિક સેનાએ માનદ લેફ્ટિનેન્ટ કર્નલનો પદ આપ્યો છે. 38 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીને આ પદ 2011માં આપવામાં આવ્યો હતો. એએનઆઈ અનુસાર 31 જૂલાઈથી 15 ઓગસ્ટ સુધી તેઓ પ્રાદેશિક સેનાની 106મી બટાલિયન સાથે રહેશે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ટૂંક સમયમાં જ શરૂ થઈ જવા રહેલી ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પોતાને અનુપલબ્ધ ગણાવ્યા હતા. બીસીસીઆઈએ આની જાણકારી તેમની પસંદગી સમિતિની બેઠકથી પહેલા જ આપી દીધી હતી. જોકે, તેમના રિટાયરમેન્ટની અટકળો વચ્ચે એક અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે નહીં. પીટીઆઈ અનુસાર આ અધિકારીનું કહેવું છે કે, તેઓ હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યાં નથી. તેઓ પોતાની અર્ધસૈનિક રેજિમેન્ટની સેવા માટે બે મહિનાનો આરામ લઈ રહ્યાં છે, જે તેમને ઘણા સમય પહેલા જ નક્કી કર્યું હતુ.