Gujarat Exclusive > દેશ-વિદેશ > રામદેવ પર મહેરબાન મહારાષ્ટ્ર સરકાર, 1 રૂપિયામાં બાબાને જમીન

રામદેવ પર મહેરબાન મહારાષ્ટ્ર સરકાર, 1 રૂપિયામાં બાબાને જમીન

0
486

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાબા રામદેવને લાતૂરમાં સોયાબીન પ્રોસેસિંગ યૂનિટ સ્થાપવા માટે વર્તમાન બજાર રેટ કરતા અડધી કિંમત (50 ટકા છૂટ) પર 400 એકર જમીન આપવાનો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં કેટલીક અન્ય છૂટ પણ સામેલ છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખુદ રામદેવને પત્ર લખીને આ પ્રસ્તાવ આપ્યો છે. નાંદેડમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં રામદેવ અને ફડણવીસે સ્ટેજ શેર કરવાના એક અઠવાડિયાથી ઓછા સમય બાદ આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

ફડણવીસે રામદેવને પત્રમાં લખ્યુ છે કે સોયાબીન પ્રોસેસિંગ યૂનિટથી માત્ર ખેડૂતોને તેમના પાકની સારી કિંમત મળશે, અને તેનાથી રોજગારની તક પણ ઉભી થશે.પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રસ્તાવ રાજ્ય સરકારની સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ)ને પ્રોત્સાહિત કરવાની નવી નીતિનો ભાગ છે.

જમીન પર 50 ટકાની છૂટ સાથે જ ફડણવીસ સરકારે સ્ટેમ્પ ડ્યૂટી હટાવવા, રામદેવ દ્વારા આપવામાં આવતી જીએસટીને પરત કરવા સિવાય એક રૂપિયા પ્રતિ યૂનિટના દરથી વિજળી બિલ આપવા જેવી સગવડનો પ્રસ્તાવ મુક્યો છે.

મહત્વપૂર્ણ છે કે, તેનાથી આશરે ત્રણ વર્ષ પહેલા ફડણવીસ સરકારે નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્ક માટે રામદેવને સામાન્ય કિંમત પર 230 એકર જમીન આપી હતી.જોકે, નાગપુરમાં જમીન આપવાના ત્રણ વર્ષ બાદ પણ હજુ સુધી ફૂડ પાર્ક મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ થવાના કોઇ સંકેત નથી મળી રહ્યાં.

ખાસ વાત એ છે કે લાતૂરના ઔસા તાલુકામાં સ્થિત જે જમીન રામદેવને ઓફર કરવામાં આવી છે, તે ભારત હેવી ઇલેકટ્રિકલ્સ લિમિટેડ (ભેલ) ફેક્ટરી માટે 2013માં ખેડૂતો પાસેથી લેવામાં આવી હતી.

ફેક્ટરી શરૂ થયા બાદ ખેડૂતોને નોકરી આપવાનો દાવો કરવામાં આવ્યો હતો.જોકે, બાબા રામદેવની કંપનીને જમીન આપવામાં ખેડૂત આ દાવાને લઇને યોગ્ય નથી.

2013માં પોતાની જમીન આપનારા ખેડૂતોનું કહેવુ છે કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. ખેડૂતો અનુસાર તેમણે સાડા ત્રણ લાખ રૂપિયા પ્રતિ એકરના દરથી પૈસા આપવામાં આવ્યા હતા જ્યારે વર્તમાન સમયમાં જમીનની કિંમત 45 લાખ રૂપિયા પ્રતિ એકર છે.ખેડૂત શ્રીમંત લાંડગેનું કહેવુ છે, ‘જમીન પાસેથી એક હાઇવે પસાર થાય છે, જેને કારણે કિંમતો વધી છે, અમે મગફળી માટે પોતાની જમીન વેચી હતી, અમને કોઇ નોકરી નથી મળી અને હવે અમને કહેવામાં આવી રહ્યું છે કે ભેલની જગ્યાએ બાબા રામદેવ અહી એક ફેક્ટરી બનાવશે.’શ્રીમંતે કહ્યું, ‘એક રાષ્ટ્રીય પરિયોજના માટે ખેડૂતોએ પોતાની જમીન છોડી દીધી હતી, જો અમારી જમીનનો ઉપયોગ અંગત પરિયોજના માટે થવા જઇ રહ્યો છે તો અમને બજારના દરના આધાર પર વળતર મળવુ જોઇએ.’

મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ના કરવાની શરત પર જણાવ્યુ કે જમીન અધિગ્રહણ બાદ જો કોઇ પરિયોજના અંતિમ રૂપ નથી લઇ શકતી તો જમીનને ફરી કોઇને આપવાની જોગવાઇ છે.

સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અમિત દેશમુખનું કહેવુ છે, ‘અમારી પાર્ટી ભેલ સિવાય કોઇ બિઝનેસમેનને જમીનનો ઉપયોગ કરવા નહી દે, રામદેવની પરિયોજનાનો પુરી તાકાત સાથે વિરોધ કરવામાં આવશે.’

બજેટના કેટલાક પાસાઓ તમને કરી નાંખશે બેચેન