Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકસભામાં ટ્રીપલ તલાક બિલ પર ચર્ચા શરૂ, વિપક્ષનો હોબાળો

લોકસભામાં ટ્રીપલ તલાક બિલ પર ચર્ચા શરૂ, વિપક્ષનો હોબાળો

0
572

સંસદનું સત્ર સરકાર માટે મહત્વપૂર્ણ છે. લોકસભામાં ટ્રીપલ તલાક બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતપોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ આપ્યું છે. સરકારની સહયોગી જેડીયુ પણ બિલનો વિરોધ કરી રહી છે. મેં મહિનામાં પોતાનો બીજો કાર્યકાળ સંભાળ્યા બાદ મોદી સરકારે આ બિલ રજૂ કર્યું હતું. ચર્ચા બાદ આ બિલ પસાર થવાનો આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલ પર પોતાની દલિલો રજૂ કરી હતી. JDU ઉપરાંત સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને પણ ટ્રીપલ તલાક બિલનો વિરોધ કર્યો છે.

આ દરમિયાન લાગી રહ્યું છે કે, ઠરાવને પાસ કરાવવા માટે સંસદના હાલના સત્રની સમય મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. અધિકારીક સુત્રોના જણાવ્યા પ્રમાણે, સત્તાધારી ભાજપે પોતાના સાંસદોને તેના માટે વ્હિપ આપ્યું છે, જેમાં તેમને ગૃહની કાર્યવાહીમાં હાજર રહેવા જણાવાયું છે.

ઉપરોક્ત બિલમાં એક સાથે ત્રણ વાર તલાક બોલીને તલાક આપવાને ગુનો જાહેર કરવામાં આવી છે અને સાથે જ દોષીઓને જેલની સજા સંભળાવવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે મેં મા પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ સંસદના પ્રથમ સત્રમાં સૌથી પહેલા ટ્રીપલ તલાક બિલને રજૂ કર્યું હતું. અનેક વિપક્ષી પાર્ટીઓએ તેને વિરોધ કર્યો છે, પરંતુ સરકારનું કહેવું છે કે, આ બિલ લૈંગિક સમાનતા અને ન્યાયની દિશામાં આગવું પગલું છે.

સંસદનું સત્ર લંબાવાશે
હાલ ભાજપના સાંસદો મારફતે સંકેત મળી રહ્યા છે કે, સંસદનું હાલનું સત્ર 2જી ઓગસ્ટ સુધી વધી શકે છે. જેનો અર્થ છે કે, અન્ય બિલો સાથે સરકાર ટ્રીપલ તલાક બિલને પણ પાસ કરાવવાનો પ્રયત્ન કરી શકે છે.

અમદાવાદ સિવિલ લાફાકાંડમાં તબીબો ખુદ સામસામે બાખડયા