Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘લોકો પરેશાન છે, પરંતુ બેન્ક વ્યાજ પર વ્યાજ વસૂલવામાં રોકાયેલી છે’

‘લોકો પરેશાન છે, પરંતુ બેન્ક વ્યાજ પર વ્યાજ વસૂલવામાં રોકાયેલી છે’

0
84
  • સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમ પર થયેલી આકરી ચર્ચા
  • વ્યાજ પર વ્યાજ વસૂલવા અંગે સુપ્રીમમાં બેન્કો આરોપીના પીંજરામાં

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના લોન રાહત (moratorium)ના વ્યાજને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે તીખી ચર્ચા થઈ. દેવાદારોના વકીલ રાજીવ દત્તાએ સુપ્રીમ કોર્ટને બેન્કોને લોન રાહત (મોરેટોરિયમ)ના સમયગાળામાં વ્યાજ વસાવા માટે આરોપીના પીંજરામાં ઊભી કરી. વકીલે જણાવ્યું હતું કે લોકો મોટાપાયા પર નરકમાં જીવી રહ્યા છે અને બેન્કો વ્યાજ પર વસૂલવામાં લાગેલી છે. રિઝર્વ બેન્ક અમારી મદદ કરવા માટે એક યોજના લઈ આવી. હવે વ્યાજ પર વ્યાજ તે તો બેવડો આઘાત છે, કેમકે બેન્કો અમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવી રહી છે.

આ પણ વાંચોઃ ચીનમાં હીરા ઉદ્યોગ પર મોટી કાર્યવાહી, એક ભારતીય સહિત 100 ઉદ્યોગકારોની ધરપકડ

લોન મોરેટોરિયમનો સમયગાળો લંબાવવાની બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અશોક ભૂષણના અધ્યક્ષપદ હેઠળ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી કરી. ગઈકાલે કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે લોન મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય છે.

વકીલ રાજીવ દત્તાએ આરોપ લગાવ્યો તો કે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને બેન્ક વ્યાજ પર વ્યાજ માંગી રહી છે. બેન્ક તેને ડિફોલ્ટ માને છે. જ્યારે અમારા તરફથી તે ડિફોલ્ટ નથી. તેમણે જણાવ્યું હતું કે આ બેન્કો માટે આવક નથી. તેથી તેઓ એમ ન કહી શકે કે તેનાથી તેમને નુકસાન જશે. વકીલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના બધા ક્ષેત્રમાં ઘટાડો થયો છે અને રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે બેન્કો નફો કરે. ભારતીય રિઝર્વ બેન્ક ફક્ત એક નિયામક (Regulator) છે બેન્કની એજન્ટ નથી. લાગે છે કે બેન્કો રિઝર્વ બેન્ક (RBI)ની પાછળ છૂપાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Corona update : છેલ્લાં 24 કલાકમાં આવેલા આંકડા ચોંકાવનારા, કુલ સંખ્યા 37 લાખને પાર

બેન્કો વ્યાજ પર વ્યાજ માંગી રહી છે
વકીલ રાજીવ દત્તાએ આરોપ લગાવ્યો હતો કે રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે બેન્કો કોરોના કાળમાં પણ નફો કરે. આ યોગ્ય નથી. સરકાર કહી રહી છે કે બધાને એક જ માપદંડ હેઠળ રાહત ન મળી શકે. તે ભલે પુર્નગઠન કરે, પરંતુ પોતાના દેશના નાગરિકોને સજા ન આપો. સરકાર રિઝર્વ બેન્કનો બચાવ કરી રહી છે. દત્તાએ જણાવ્યું હતું કે વ્યાજ પર વ્યાજ લગાવવુ બધી રીતે ખોટું છે.

કોર્ટમાં ક્રેડાઈ તરફથી રજૂ થયેલા વકીલ આર્યમન સુંદરમે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કરદાતાઓ સાથે પેનલ્ટી વસૂલવી અયોગ્ય છે. તેથી એનપીએ વધી શકે છે. આ સિવાય શોપિંગ સેન્ટર એસોસિયેશન તરફથી હાજર રંજીત કુમારે જણાવ્યું હતું કે ફાર્મા, એફએમસીજી અને આઇટી સેક્ટરથી વિપરીત શોપિંગ સેન્ટરો અને મોલ બંધ રહેવાના લીધે સારી કામગીરી બજાવી શક્યા નથી.

કઈ રીતે રાહત આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ
તેના પર સુપ્રીમ કોર્ટે વકીલને પછ્યુ હતુ કે અમે કઈ રીતે રાહત આપી શકીએ છીએ? આ અંગે વકીલે જણાવ્યું હતું કે બેન્કોને કહેવામાં આવે કે તે નફો છોડી દે. વીજ ક્ષેત્રની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બેન્ક દરેક સેક્ટરની સાથે બેસીને તેવો ઉકેલ લાવે જેથી બંનેમાંથી કોઈનું નુકસાન ન થાય. આમ ન થયું તો અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર થશે.