Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: 120 દેશોમાં થશે લાઈવ ટેલિકાસ્ટ, આ 8 પ્રાદેશિક ભાષામાં હશે કૉમેન્ટ્રી

IPL 2020: 120 દેશોમાં થશે લાઈવ ટેલિકાસ્ટ, આ 8 પ્રાદેશિક ભાષામાં હશે કૉમેન્ટ્રી

0
136

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મીં સિઝન 19 સપ્ટેમ્બરથી યુનાઈટેડ અરબ અમિરાત (UAE)માં રમાવા જઈ રહી છે. દુબઈમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Superkings) વચ્ચે રમાશે. કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ ટૂર્નામેન્ટ સુરક્ષિત રમાય, તે માટે BCCI સહિત તમામ ફ્રેન્ચાઈઝીઓ કોઈ કસર છોડવા નથી માંગતી.

જીવલેણ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે દુનિયાભરના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં IPL-2020 તેમના મનના ભારને હળવો કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

વિશ્વભરના ક્રિકેટ ચાહકો IPL લાઈવ સ્ટ્રીમિંગ વિશે જાણવા માટે આતુર છે. IPLના જિવંત પ્રસારણનો હક્ક સ્ટાર ઈન્ડિયા પાસે છે. ટૂર્નામેન્ટની 13મીં સિઝનનું લાઈવ ટેલિકાસ્ટ વિશ્વના 120 દેશોમાં કરવામાં આવશે. જો કે પાકિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું જીવંત પ્રસારણ નહીં થાય.

ભારતમાં હિન્દી અને અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓમાં પણ પ્રસારણ થશે. જેમાં તમિલ, તેલુગુ, કન્નડ, બાંગ્લા, મલયાલમ અને મરાઠી ભાષામાં કૉમેન્ટ્રી સાંભળવા મળશે.

આ પણ વાંચો: SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટા નક્શાનો કર્યો ઉપયોગ, ભારતે અધવચ્ચે ચર્ચા છોડી

IPLના ચાહક દર્શકો ડિઝની + હૉટસ્ટાર પર પણ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે. જો કે આ માટે યુઝર્સ પાસે પ્રીમિયમ મેમ્બરશિપ હોવી જરૂરી છે. યુઝર્સ દર મહિને 299 અથવા વાર્ષિક 1499 રૂપિયાની ચૂકવણી કરીને IPL લાઈવ સ્ટ્રીમિંગની મજા માણી શકે છે. UK-આયર્લેન્ટમાં સ્કાય સ્પોર્ટ્સ, અમેરિકા-કેનેડામાં વિલો ટીવી પર IPL-2020ની મેચ માણી શકાશે.

આ સિવાય ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ફૉક્સ સ્પોર્ટ્સ પર IPL-2020ની મેચનો આનંદ ઉઠાવી શકાશે. સ્ટાર ઈન્ડિયા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રસારણ માટે સ્થાનિક બ્રોડકાસ્ટર્સ સાથે વાતચીત કરી રહ્યું છે. આવું પ્રથમ વખત છે, જ્યારે IPLની ટૂર્નામેન્ટ 120 દેશોમાં ટીવી અને ડિજિટલ પર પ્રસારિત થશે.

જણાવી દઈએ કે, આ વખતે ટૂર્નામેન્ટ 53 દિવસ સુધી ચાલવાની છે. આ દરમિયાન 8 ટીમો વચ્ચે 60 મેચો રમાશે. આ વખતે 10 ડબલ હેડર (એક જ દિવસમાં બે મેચ) રમાશે. આ દિવસે પ્રથમ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 કલાકે અને બીજી મેચ એજ દિવસે સાંજે 7:30 કલાકે રહેશે.

આ વખતે દુબઈમાં 24, અબુધાબીમાં 20 અને શાહજહાંમાં 12 મેચો રમાશે. પ્લેઑફની તારીકો અને મેદાનની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી.