Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સિંહણ શ્રેયાનું કાર્ડીઆક ફેલ્યોરના કારણે મુત્યુ

સિંહણ શ્રેયાનું કાર્ડીઆક ફેલ્યોરના કારણે મુત્યુ

0
62
  • રાજકોટથી અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહણને લાવ્યા હતા

  • સિંહણની નીતિ નિયમ મુજબ અંતિમવિધિ કરાઇ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તક કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેતી સિંહણ શ્રેયાનું (Lion Death Latest News) ગઇકાલે સાંજે 5 વાગ્યે મુત્યુ થયું છે. સિંહણને (Lion Death Latest News) 5- 11- 2017ના વર્ષમાં રાજકોટથી અમદાવાદ લાવવામાં આવી હતી. આ સિંહણનું મુત્યુ (Lion Death Latest News) કાર્ડીઆક ફેલ્યોરના કારણે થયું હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે. તેની નિયમો મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

રાજકોટના પદ્યુમન પાર્કથી સિંહણ શ્રેયાને (Lion Death Latest News) 6 વર્ષ અને 6 મહિનાની હતી ત્યારે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. છેલ્લાં ત્રણ માસથી તેને નર્વાઇન ડીસઓર્ડરની સારવાર ચાલતી હતી. આ બિમારીના કારણે તેણી પોતાની પૂંછડી પોતે ચાવીને ઇજા પહોંચાડી હતી.

આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસો મળ્યા

તેની સારવાર ચાલતી જ હતી. ગઇકાલે સોમવારે અચાનક તે ચાલતી હતી તે વખતે જ લથડિયા ખાઇને જમીન પર ઢળી પડી હતી. સિંહણ શ્રેયાના મુત (Lion Death Latest News) શરીરને મુત્યુનુ કારણ તથા રોગની જાણકારી મેળવવા માટે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આણંદની વેટરનરી કોલેજના પેથોલોજી વિભાગના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સિંહણનું મુત્યુ કાર્ડીઆક ફેલ્યોરના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી સિંહણનું (Lion Death Latest News) ગઇકાલે 14મી સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે મુત્ય થયું હોવાથી સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વનખાતાના અધિકારી તથા પંચોની હાજરીમાં જ આ મુત સિંહણ (Lion Death Latest News) શ્રેયાના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિ સંસ્કાર કરી તેની રાખને ઊંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હોવાનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: નવજાત બાળકી માટે સ્તનપાન દુર્લભ હતુ, માતાએ11 માં દિવસે સ્તનપાન કરાવ્યું

કેટલાં પ્રાણી ઉપલબ્ધ

હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક જોડી એશિયાટીક સિંહ, એક વાઘ, એક સફેદ વાઘણ, સાત દિપડાઓ, એક જોડી હીપ્પોપોટેમેસ, એક હાથણી , એક ઝરખ માદા, એક જોડ રીંછ તથા 17 શિયાળ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આજે 19 વર્ષીય વાઘણ અનન્યાનું મોત નીપજ્યું હતું. સામાન્ય રીતે વાઘ-સિંહનું સરેરાશ આયુષ્ય 15 વર્ષનું હોય છે પણ ૬ વર્ષની ઉંમરે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલી અનન્યા નામની વાઘણનું 19 વર્ષની ઉંમરે અવસાન થયું છે તેણે થોડા સમયથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું અને ઉંમરના કારણે તેનું અવસાન થયું હતું જેથી નિયમ મુજબ તેનો અંતિમસંસ્કાર કરી દેવાયો છે.

આ પણ વાંચો: Corona દર્દીઓના ફેફસાં મજબુત કરશે ‘સ્પાઈરોમેટ્રી કસરત’

અમદાવાદ મ્યુનિ.એ જણાવ્યું હતું કે, તા.8 ઓગસ્ટ 2008ના રોજ મૈસૂર પ્રાણી સંગ્રહાલયથી 6 વર્ષની ઉંમરે અનન્યા નામની વાઘણને લવાઇ હતી જેની ઉંમર18 વર્ષ પૂર્ણ થઇ ચૂકી હતી જ્યારે 19મું વર્ષ ચાલતું હતું. અનન્યાએ ખોરાક ન લેતાં અશક્ત જણાતાં તેને સારવાર આપવામાં આવી હતી.
સવારે ૬ કલાકે તેને અવાજ મારતાં તેણે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. જેથી તેને ચેક કરતાં તેને મૃત જાહેર કરાઇ હતી. તેના મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃત શરીરનું પોસમોર્ટમ માટે આણંદની વેટરનિટી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું.
જ્યાં તેના પોસમોર્ટમમાં તેનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું પછી ઊંડો ખાડામાં દાટીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક જોડી એશિયાટીક સિંહ, એક વાઘ, એક સફેદ વાઘણ, સાત દિપડાઓ, એક જોડી હીપ્પોપોટેમેસ, એક હાથણી , એક ઝરખ માદા, એક જોડ રીંછ તથા 17 શિયાળ છે.

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મૈસુરના ઝૂમાંથી 10 વર્ષ પહેલા જ લાવવામાં આવેલી 19 વર્ષની ઉંમર ધરાવતી અનન્યા વાઘણનું વૃદ્ધાવસ્થાના કારણે મોત થયું છે. બે દિવસ પહેલા સવારે 6 વાગે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ અનન્યા વાઘણને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વાઘણે અવાજ ન કરતા કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતાં અનન્યા વાઘણ મૃત હાલતમાં મળી આવી હતી.

જો કે,અમેરિકાના ન્યૂયોર્ક શહેરના બ્રોંક્સ ઝૂમાં એક માદા વાઘનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના 2 હજારથી વધુ પ્રાણીઓ પર ‘વોચ’ વધારી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે, હાલ તમામ પ્રાણીઓ તંદુરસ્ત છે અને તેમને સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા નથી.

 

(પ્રતિકાત્મક તસવીર)