Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદ લુખ્ખા તત્વોના હવાલેઃ ગેરકાનૂની કૃત્યમાં સાથ ન આપનારા પર ઘાતક હુમલો

અમદાવાદ લુખ્ખા તત્વોના હવાલેઃ ગેરકાનૂની કૃત્યમાં સાથ ન આપનારા પર ઘાતક હુમલો

0
159
  • ગાંજો લાવવાના ગેરકાનૂની કૃત્યમાં સાથ ના આપનાર યુવક પર ઘાતક હુમલો
  • માથાભારે શખ્સે ગાંજો લેવા જવાની ના પાડનાર યુવકને સાગરીત સાથે મળી માર માર્યો
  • સામાન્ય નાગરિકોને વિવિધ મુદ્દે સાણસામાં લેતી પોલીસ ગુનેગારો ધાક જમાવવામાં નિષ્ફળ

અમદાવાદ: શહેરમાં લુખ્ખા તત્વો (Anti-social elements) અને માથાભારે શખ્સોનો આતંક વધી ગયો છે. તેઓ સામાન્ય માનવીને ગમે ત્યારે રસ્તામાં રોકીને ફટકારે છે અને ધાકધમકી આપે છે. બધા કોરોનામાં રોકાયેલા છે અને તેની પાછળ પડી ગયા છે ત્યારે શહેર જાણે આ લુખ્ખા તત્વોના હવાલે થઈ ગયું લાગે છે. તેઓને જાણે કોઈ ડર જ રહ્યો નથી.

તેઓ રસ્તા પર ગમે ત્યારે કોઈને મારી શકે છે, ફટકારી શકે છે તેને જાનમાલનું નુકસાન પહોંચાડી શકે છે અને  પોલીસ ફરિયાદ (Police complain)કરી તો જીવ લેવાની ધમકી આપે છે. આમ છતાં પણ પોલીસ કશું કરી શકતી નથી. ફક્ત ફરિયાદ નોંધીને બેસી જાય છે. આ પ્રકારના તત્વો સામે કડક કાર્યવાહીના અભાવે તેઓ એકદમ બેફામ બની ગયા છે. સામાન્ય નાગરિકો (Citizen)ને વિવિધ મુદ્દે સાણસામાં લેતી પોલીસે ગુનેગારો પર તેની ધાક જમાવવામાં નિષ્ફળ ગઈ છે.

ઘટનાક્રમ

આવા જ એક બનાવમાં બાપુનગરમાં ગાંજો લેવા જવાના ગેરકાનૂની કૃત્યમાં સાથ ના આપનાર યુવક પર આરોપીઓએ અદાવત રાખી ઘાતક હુમલો (Attack) કર્યો હતો. યુવકને લાકડાના ડંડા અને લોખંડની ફેટ માથામાં અને પગમાં મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. જતા જતા આરોપીઓએ ધમકી આપી કે, પોલીસ ફરિયાદ ના કરતો નહી તો જાનથી મારી નાંખીશું.

આ પણ વાંચોઃ વાહ! સુરત પોલીસઃ 20 કલાકની અંદર રું.150નું પોતું ચોરનારા 3ની ધરપકડ

નિકોલની રુદ્ર રેસિડન્સીમાં રહેતાં અને મનપસંદ ડાયમન્ડમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અલ્પેશ ઈશ્વર રાઠોડ (ઉં,42)ના પરિવારમાં પત્ની અને બાળકો છે. અલ્પેશના માતા પિતા બાપુનગર ખાતે શુભલક્ષ્મી ફ્લેટમાં રહે છે.

કોણે ધમકી આપી

લોકડાઉન પહેલા અલ્પેશ 21માર્ચના રોજ તેના પિતાના ઘરે ગયો હતો. તે સમયે ત્યાં રહેતાં આકાશ ઉર્ફ રાજા શ્યામકુમાર ચોબેના ફ્લેટના કમ્પાઉન્ડમાં આવેલા મહાકાળી મંદિર પાસે મળ્યો હતો. અલ્પેશને રાજાએ કહ્યું કે,તું મારા માણસ સાથે જઈને ગાંજો લઈ આવ. અલ્પેશએ આ ગેરકાનૂની કૃત્યમાં સાથ આપવાની ના પાડી દીધી હતી. રાજાએ ધમકી આપી કે, તું મારા લાગમાં આવીશ ત્યારે તને જોઈ લઈશ. અલ્પેશ ત્યાંથી નીકળી ગયો હતો.

આ પણ વાંચોઃ વાહ! સુરત પોલીસઃ 20 કલાકની અંદર રું.150નું પોતું ચોરનારા 3ની ધરપકડ

દસમી સપ્ટેમ્બરના રોજ અલ્પેશ તેના દાદાનું શ્રાદ્ધ હોઈ પિતાને ઘરે ગયો હતો. તે સમયે આકાશ ઉર્ફ રાજા અને કૃણાલ દિનેશ તાવડેએ તેણે રોક્યો હતો. બાદમાં આકાશે તું મારા માણસ સાથે ગાંજો લેવા નહોતો ગયો ને તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. આરોપીએ અલ્પેશને લાકડાના ડંડાથી મારવાનું શરૂ કર્યું હતો.

મંદિરના મહારાજે વચ્ચે પડી છોડાવતા અલ્પેશ ત્યાંથી ભાગ્યો હતો. આરોપીઓએ અલ્પેશને દોડીને પકડી લીધો અને જાહેર રોડ પર મારમાર્યો હતો. આકાશે માથામાં લોખંડની ફેટ મારતા અલ્પેશ લોહીલુહાણ થઈ ગયો હતો. પોલીસ કંટ્રોલમાં અલ્પેશએ ફોન કરતા આરોપીઓએ જતા જતા ધમકી આપી કે, ફરિયાદ ના કરતો નહીં તો જાનથી મારી નાંખીશું.