Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણા: બસ ચલાવવામાં બેદરકારી દાખવનારા ST વિભાગના 9 ડ્રાઇવરોના લાયસન્સ રદ્દ

મહેસાણા: બસ ચલાવવામાં બેદરકારી દાખવનારા ST વિભાગના 9 ડ્રાઇવરોના લાયસન્સ રદ્દ

0
595

મહેસાણા જિલ્લામાં ST ડિવિઝન ખાતે ફરજ બજાવતા 9 જેટલા બસ ડ્રાઇવરોના RTO દ્વારા લાયસન્સ આજીવન રદ્દ કરી દેવામાં આવ્યા છે. બસ ચલાવવાની બેદરકારી દાખવનાર રાજ્યના સરકારી ST બસ ડ્રાઇવરો સામે પણ કડક પગલાં લેવાઈ શકે છે.  હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કાયદો બધાની માટે સરખો જ હોય છે. ત્યારે રાજ્યમાં લાંબા સમય બાદ મહેસાણા RTO એ આ હકારાત્મક કાર્યવાહી કરી છે.

મહેસાણા ST બસ ડિવિઝનના પંડ્યા અલ્પેશકુમાર કનુભાઇ બેઝ નંબર 921-495 હારીજ ડેપો, ઝાલા સુરજસિંહ ચંન્દ્રસિંહ બેજ નંબર 1214 કડી ડેપો, ઠાકોર જયંતિજી કુવરજી બેજ નંબર 2785 વડનગર ડેપો, લક્ષ્મણજી જે રાજપૂત બેઝનંબર 35490 પાટણ ડેપો, ચૌધરી જોઇતારામ કેશાભાઇ બેજ નંબર 39084 મહેસાણા ડેપો, દેસાઇ કરશનભાઇ રામાભાઇ બેઝ નંબર 40918 બેચરાજી ડેપો, ચૌધરી હરેશભાઇ ઓસરાજભાઇ બેજ નંબર 0713 વડનગર ડેપો, ઠાકોર અણદાજી બાલાજી બેજ નંબર 415 વિસનગર ડેપો, ચૌધરી દલસંગભાઇ મેલાભાઇ બેજ નંબર 37398 મળી કુલ 9 બસ ડ્રાઇવરોનવા અકસ્માત જેવા ગંભીર કિસ્સામાં બેદકારી ભર્યા ડ્રાંઇવિંગ બદલ લાયસન્સ આજીવન રદ્દ કર્યા છે.

હાલમાં મહેસાણા RTO દ્વારા અગાઉના 3 સામાન્ય લોકો અને 9 ST બસ ડ્રાઇવરો સહિત કુલ 11 ના લાઇસન્સ રદ્દ કરાયા હોવાની માહિતી સામે આવી છે. જે પૈકી 2 વ્યક્તિઓએ RTOની કાર્યવાહી સામે કોર્ટમાં અપીલ કરી લાયસન્સ પરત મેળવવા કારણદર્શી માંગ કરતા એક વ્યક્તિને લાયસન્સ પરત આપવામાં આવ્યું છે. આમ મહેસાણા બાદ ભુજ RTO દ્વારા પણ મહેસાણાના અન્ય એક ST બસ ડ્રાઇવરનું લાયસન્સ અકસ્માતની ઘટનાને પગલે રદ કરવામાં આવ્યું છે.

કચ્છ: નલિયા દુષ્કર્મ મુદ્દે તપાસપંચના રિપોર્ટમાં નિરાશા હાથ લાગી