Gujarat Exclusive > દેશ-વિદેશ > અનિલ અંબાણીની વધુ એક કંપની કંગાળ થવાની અણી પર, ₹ 9 હજાર કરોડ ચૂકવવાના બાકી

અનિલ અંબાણીની વધુ એક કંપની કંગાળ થવાની અણી પર, ₹ 9 હજાર કરોડ ચૂકવવાના બાકી

0
4943

બિઝનેસમેન અનિલ અંબાણીનું વ્યાવસાયિક સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ કંગાળ થવાની અણી પર આવી ગઈ છે. આ કંપની પર 9000 કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે, જે કંપની ચૂકવી શકે તેમ જ નથી.

IDBI બેંકના નેતૃત્વ વાળા લેન્ડર્સે કંપની તરફથી પ્રસ્તાવિત પ્લાનનો અસ્વીકાર કર્યો છે. આ મામલા સાથે જોડાયેલ એક બેંક અધિકારીએ જણાવ્યું કે, લેન્ડર્સ અનિલ અંબણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ગ્રુપની કંપની વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી શકે છે.

બેંકના એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, લેન્ડર્સે કંપનીના પ્રસ્તાવને ફગાવી નાંખ્યો છે. RBIની તરફથી કંપનીને સંકટ સમાધાનનો પ્રસ્તાવ રજૂ કરવાની સમય મર્યાદાનો જુલાઈના શુરૂઆતમાં જ અંત આવ્યો છે, ત્યારે રિલાયન્સ નેવલ તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવને લેન્ડર્સને સ્વીકાર્યો નથી.

રિલાયન્સ નેવલ દંડભરવા પ્રત્યે અનિચ્છુક છે અને કંપની ઈચ્છે છે કે, બેંક તેના લોનની રકમને ઈક્વિટીમાં બદલી આપે. અગાઉ 7 જૂને RBIના સર્કુલર હેઠળ લેન્ડર્સને 30 દિવસની અંદર 70 લોન એકાઉન્ટને રિજોલ્વ કરવા જણાવાયું હતું. પ્રત્યેક એકાઉન્ટમાં 2000 કરોડથી પણ વધુનું દેવું છે અને આ દેવાની કુલ રકમ 3.8 લાખ કરોડ પર પહોંચે છે.

આ દેવું ચૂકવવામાં અસમર્થ રહેશે, તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે તેમને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનને રિફર કરવું પડશે. રિલાયન્સ નેવલ જે પહેલા પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગના નામથી ઓળખાતી હતી. વર્ષ 2013થી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. રિલાયન્સ ગ્રુપે વર્ષ 2016ના જાન્યુઆરીમાં તેનું મેનેજમેન્ટ હાથમાં લીધુ હતું. કંપનીના અધિગ્રહણ બાદ રિલાયન્સ ગ્રુપે તેને આર્થિક સહાય પૂરી પાડી હતી. રિલાયન્સે જાન્યુઆરી 2018 સુધી તેને નાણાંકિય સહયોગ આપ્યો હતો. જેમાં મોટાભાગના રૂપિયા લેણદારોને ચૂકવવામાં આવ્યા. રિલાયન્સ નેવલને માર્ચ 2019માં 9399 કરોડ રૂપિયાનું નુક્શાન થયું હતું.

હાફિઝ સઈદ અને મસૂદ અઝહર પર ગાળિયો કસાશે, ભારત કરશે મોટી કાર્યવાહી