Gujarat Exclusive > The Exclusive > લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ બોલિવૂડની આ અભિનેત્રીઓ

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ બોલિવૂડની આ અભિનેત્રીઓ

0
2433

બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો છે. અર્જુન અને ગૈબ્રિએલાએ લગ્ન નથી કર્યા. તેમણે લગ્ન વિના જ બાળકનો અપનાવવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહી, અર્જુનની વિદેશી ગર્લફ્રેન્ડના માતા-પિતા પણ મુંબઈમાં આવીને તેમના બાળકને આશીર્વાદ આપી ચૂક્યા છે.

ભારત દેશમાં આજે પણ લગ્ન વિના ગર્ભવતી બનવું અને બાળકને જન્મ આપવો વિચિત્ર માનવામાં આવે છે, પરંતુ ફિલ્મ જગતે આ રૂઢિને તોડી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ એવી કંઈ-કંઈ અભિનેત્રી છે, જે લગ્ન પહેલા ગર્ભવતી બની હોય…

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી વિશે કહેવામાં આવે છે કે, તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ બની હતી. જેના પગલે તેણે અગાઉથી વિવાહીત બૉની કપૂર સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે, શ્રીદેવીની બે પુત્રીઓ જાહ્નાવી અને ખુશી છે.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા

કોંકણા સેન શર્માએ બૉયફ્રેન્ડ રણવીર શૌરીએ અચાનક લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ બન્નેએ જાહેરાત કરી હતી કે, તેઓ જલ્દી માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. કહેવાય છે કે, પ્રેગ્નેન્સીના કારણે કોંકણાએ જલ્દી લગ્ન કર્યા હતા.

અભિનેત્રી મહિમા ચૌધરી વિશે કહેવાય છે કે, તે લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. તેના લગ્ન બૉબી મુખર્જી સાથે થયા હતા.


ભારતના મશહૂર સિતાર વાદક રવિશંકરની પુત્રી અનુષ્કા શંકરના વિશે કહેવાય છે કે, તે પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ હતી. અનુષ્કાના પુત્રનું નામ જુબિન છે.

બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલી વિશે કહેવાય છે કે, તે પણ લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ હતી. સેલિનાએ પીટર હૉલ સાથે લગ્ન કર્યા હતા અને હાલ સેલિનાના બે ટ્વીન્સ પુત્રો છે.

અભિનેત્રી અને કમલ હાસનની પત્ની સારિકા વિશે કહેવાય છે કે, તે પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ હતી. સારિકાની બે પુત્રીઓ શ્રુતિ અને અક્ષરા હાસન છે.

એક સમયે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો સમગ્ર વિશ્વ પર રાજ કરતા હતા. આ દરમિયાન સર વિવિયન રિચર્ડ્સની બોલીવુડ અભિનેત્રી નીના ગુપ્સા સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે શારીરિક સબંધો બંધાયા અને 1989માં નીના ગુપ્તા ગર્ભવતી બની હતી. તે સમયે પોતાની પુત્રીને જન્મ આપવા બદલ સમાજ અને પરિવારની ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

આખરે તેણે મસાબાને જન્મ આપ્યો, જે મસાબા પોતાના પિતા વિવ રિચર્ડ્સની સૌથી નજીક છે. આમ છત્તાં તેના ઉછેરની સમગ્ર જવાબદારી નીના ગુપ્તાએ ઉઠાવી છે. નીનાએ વર્ષ 2008માં દિલ્હીના બિઝનેશમેન વિવેક મહેરા સાથે લગ્ન કર્યા છે.

(Photo Credit: Social Media)

ITના દરોડામાં કોંગ્રેસ નેતાની 200 કરોડની વિદેશી સંપત્તિનો ખુલાસો