Gujarat Exclusive > દેશ-વિદેશ > લડાખ સરહદી વિવાદ, સરહદ પર તનાવ ઘટાડવાની જવાબદારી ભારતની છેઃ ચીન

લડાખ સરહદી વિવાદ, સરહદ પર તનાવ ઘટાડવાની જવાબદારી ભારતની છેઃ ચીન

0
48

નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે લડાખ સરહદ વિવાદ (ladakh border issue) પર તનાવ ઘટાડવા માટે પાંચ મુદ્દાની ફોર્મ્યુલા પર સહમતી સધાઈ ગઈ છે, હવે ચીને કહ્યુ છે કે ડિસએન્ગેજમેન્ટની જવાબદારી ભારતના શિરે છે અને તેની પહેલ પણ ભારતે કરવી પડશે. આમ હવે લડાખ સરહદ વિવાદ (ladakh border issue) પર તનાવ ઘટાડવાની જવાબદારી ચીને ભારત પર નાખી છે.

બંને દેશના વિદેશ પ્રધાનની બેઠક પછી પણ ચીન ન સુધર્યુ

મોસ્કોમાં ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશપ્રધાન વાંગ યી વચ્ચે થયેલી બેઠકના સપ્તાહ પછી પણ બંને દેશના સિનિયર કમાન્ડર વચ્ચેની આગામી બેઠકની તારીખ નક્કી થઈ નથી. આ દરમિયાન વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર યથાવત સ્થિતિ બનેલી છે. બંને દેશોના લશ્કર આમને-સામને છે.

આ પણ વાંચોઃ ચીન સાથે સરહદી વિવાદ અંગે મોદી સરકારે આજે સાંજે બોલાવી બેઠક

હવે ચીને જણાવ્યું છે કે તાજેતરના લડાખ સરહદ વિવાદ (ladakh border issue)જવાબદારી ચાઇનીઝ પક્ષની નથી, પરંતુ ભારતની છે. ભારતે તેના પક્ષે કરારનો ભંગ કર્યો છે અને બંને પક્ષો વચ્ચે મહત્ત્વની સહમતી સધાયેલી છે, પહેલા તો ભારતે ખોટી રીતે લાઇન ક્રોસ કરી, પછી તેણે સ્ટેટસ ક્વો બદલ્યો અને સરહદની સુરક્ષા કરી રહેલા ચાઇનીઝ સુરક્ષા દળોને ધમકી આપી.

ભારતીય લશ્કરને હવે હિન્દીમાં ધમકી આપતું ચીન

લડાખ સરહદ પરના આ વિવાદ (ladakh border issue)વચ્ચે ચીનના લશ્કરી દળોએ ભારતીય લશ્કર સામે નવો વ્યૂહ અપનાવતા પંજાબીમાં ગીતો ગાય છે અને તે હિન્દીમાં ધમકી આપવા માંડી છે. ભારતીય લશ્કરે પણ ચાઇનીઝ આર્મીને આ રીતે હિન્દીમાં ધમકી આપતા અને પંજાબી ગીતો ગાતા જોઈ આશ્ચર્ય અનુભવ્યુ છે.

આ પણ વાંચોઃ ચીનનું અખબાર હવે ભારતને યુદ્ધની ધમકી આપવા પર ઉતરી આવ્યું

ભારત અને ચીનના લશ્કર ગલવાન ખીણમાં 15 જુનના રોજ થયેલા સંઘર્ષ પછી આમને-સામને છે. ચીન પેંગોગ ત્સો સરોવર પર અંકુશ જમાવવા માટે પ્રયત્નશીલ છે, જેથી તેને વ્યૂહાત્મક પહોંચ મળી શકે. પણ ચીનની આ ચાલ અવળી પુરવાર થઈ છે. તેને પેંગોગ સરોવરમાં સરસાઈ મેળવવાના પ્રયત્નો ભારે પડી ગયા છે.

પેંગોંગમાં ભારતની ચીન પર વ્યૂહાત્મક સરસાઈ

તેના બદલે આજેે પેંગોગમાં ભારતે ચીન પર વ્યૂહાત્મક સરસાઈ મેળવી લીધી છે. ચીનની નિષ્ફળતાના લીધે આજે પેંગોગના સરહદી વિસ્તારના બધા જ મહત્ત્વના ચાઇનીઝ મથકો અને સ્થળો ભારતની નજર હેઠળ આવી ગયા છે. આમ ભારતે પેંગોગમાં ચીનના કબ્જાના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો એટલું જ નહી પરંતુ તેને હતુ ત્યાથી પાછળ ધકેલીને તેના પર વ્યૂહાત્મક સરસાઈ મેળવી લીધી છે. આના પગલે લડાખ સરહદી વિવાદ (ladakh border issue)વકર્યો છે, કારણ કે ચીને આ વિસ્તારમાં વ્યૂહાત્મક પીછેહઠ કરી છે.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરના પ્રારંભમાં પેંગોગ લેક પર ભારત-ચીન વચ્ચે મોટાપાયે વોર્નિંગ શોટ ફાયર

આમ ચીને ફિંગર ચાર અને ફિંગર આઠ પર જે કબ્જો મેળવ્યો તેનો જવાબ ભારતે ચીનને પેંગોગથી આપ્યો છે. ચીનને ભારત પાસેથી આ પ્રકારના પ્રહારની આશા ન હતી.