Gujarat Exclusive > દેશ-વિદેશ > LAC વિવાદઃ ભારત-ચીન કમાન્ડરોની બેઠક પર બધાની નજર

LAC વિવાદઃ ભારત-ચીન કમાન્ડરોની બેઠક પર બધાની નજર

0
47
  • બંને દેશના વિદેશ પ્રધાન દ્વારા મોસ્કોમાં સરહદ તનાવ દૂર કરવા પાંચ મુદ્દાનો કરાર કરાયો
  • બંને કમાન્ડરો વચ્ચેની બેઠકમાં બંનેના વિદેશપ્રધાન દ્વારા કરાયેલા કરારની થશે ચકાસણી

નવી દિલ્હીઃ ભારત (India) અને ચીન (China) વચ્ચે ચાલતા વાસ્તવિક અંકુશ રેખા પર (LAC) ચાલતા વિવાદમાં હવે બધાની નજર ભારત-ચીનના મિલિટરી કમાન્ડરો (Military commander) વચ્ચેની બેઠક પર છે. મોસ્કોમાં સરહદ પર તનાવ ઘટાડવા માટે પાંચ મુદ્દાની થયેલી ફોર્મ્યુલામાં બંને દેશના લશ્કર તાત્કાલિક ધોરણે એકબીજાથી બને તેટલા દૂર થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે વ્યાપક પાયા પર સરહદ પરથી લશ્કર દૂર કરવામાં ઘણો સમય લાગે તેમ છે.

બંને નેતાઓના સંયુક્ત નિવેદનની થશે ચકાસણી

વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના ચાઇનીઝ સમકક્ષ વાંગ યી દ્વારા કરવામાં આવેલા સંયુક્ત નિવેદનની ચકાસણી હવે પીએલએ વાસ્તવિક અંકુશ રેખા પરથી કેટલુ પરત જાય છે તેના દ્વારા થશે. બંને લશ્કર (Army) વચ્ચે સંઘર્ષ ટાળવાની યોગ્ય પ્રક્રિયા દ્વારા એલએસી પર તનાવ ઘટાડી શકાશે અને સ્થિતિને વધુ વણસતી અટકાવી શકાય તે બાબતને સારા પરિણામ તરીકે જોવાશે.

આ પણ વાંચોઃ હવે ચીન સાથે આરપારની લડાઇ, ભારતે LAC પર બોફોર્સ તોપ ખડકી

બંને દેશ વચ્ચેના લશ્કર એકબીજાની સામે ઊભા છે ત્યારે જો યોગ્ય પ્રગતિ ન થઈ તો તેના લીધે સરહદ પર સંઘર્ષની સંભાવના વધશે અને હાલમાં અવિશ્વાસના વાતાવરણના લીધે ટેમ્પર અને શંકાનું પ્રમાણ પણ વધારે છે. તેથી હાલમાં તેમ કહેવાય છે કે વધારે ગંભીર પ્રમાણમાં સંઘર્ષ ફાટી નીકળે તે ગમે ત્યારે બની શકે છે.

ભારતનું સ્પષ્ટ વલણઃ અમારી પાસે લશ્કરી વિકલ્પો તૈયાર

ભારત સરકારે તેનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. સરકારના વરિષ્ઠ સૂત્રોની ટિપ્પણી અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ભારત વતી રેડ લાઇન આંકી દીધી છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય લશ્કર કોઈપણ રીતે ઓછું તૈયાર હોય તેવી સ્થિતિ નથી અને સરહદ પરની સ્થિતિને પહોંચી વળવા માટે લશ્કરી વિકલ્પો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ ચીને દબાણને વશ થઇ છેવટે 5 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા

ભારતે તેનું વલણ વધારે આકરુ કરતા ચીનના 29 અને 30મી તારીખની ઘૂસણખોરીનો જવાબ પેંગોગ ત્સોના દક્ષિણ કાંઠાના અત્યંત ઊંચા પહાડો પર કબ્જો મેવી આપ્યો છે. આ પગલાના લીધે ભારત ફાયદાની સ્થિતિમાં આવી ગયુ છે અને ભારતીય લશ્કરી દળો ચીનની એકદમ નજીક આવી ગયા છે.

હવે આશા રાખવામાં આવી રહી છે કે સ્થિતિ આનાથી વધારે વણસી નહી તે માટે ચીનના વરિષ્ઠ નેતા વાંગ યી પર ટકેલી છે. તેમણે જયશંકર સાથે કરેલી બેઠક પછી કરેલી ટિપ્પણીમાં બંને દેશ વચ્ચે સરહદ પરનો તનાવ ઘટે તેવી આશા વ્યક્ત કરી હતી. આ જ સમયે છેલ્લા કેટલાક મહિનાથી ચીનના આક્રમણને ધ્યાનમાં રાખતા મેદાન પરની હકીકતો બદલાય તે પણ જરૂરી છે.