Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનની કથની અને કરણીમાં અંતર પણ ભારત તૈયારઃ રાજનાથસિંહ

ચીનની કથની અને કરણીમાં અંતર પણ ભારત તૈયારઃ રાજનાથસિંહ

0
48

નવી દિલ્હીઃ રાજનાથસિંહે સંસદ (parliament)માં પૂર્વી લડાખ(Eastern ladakh)માં LACની (lac-rajnathsingh)સ્થિતિ પર રાજ્યસભામાં આપેલા નિવેદન પર જણાવ્યું હતું કે ચીનની (China) પ્રવૃત્તિઓથી તે સ્પષ્ટ થઈ ગયુ છે કે તેની કથની અને કરણીમાં અંતર છે. તેનો પુરાવો તે બાબત છે કે એક વખત વાતચીત ચાલી રહી હતી ત્યારે તેણે યથાસ્થિતિને બદલવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો તેના પરથી મળે છે, જેને આપણા લશ્કરી દળોએ નિષ્ફળ બનાવ્યો.

પૂર્વી લડાખમાં ભારત માટે મોટો પડકાર

તેમણે જણાવ્યું હતું કે આપણે પૂર્વી લડાખમાં (lac-rajnathsingh)પડકારોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તે વાતમાં કોઈ શંકા નથી કે આપણા વીર સૈનિકો આ પડકાર પર ખરા ઉતરશે. અમે આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છીએ છીએ અને અમે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચોઃ લડાખ સરહદી વિવાદ, સરહદ પર તનાવ ઘટાડવાની જવાબદારી ભારતની છેઃ ચીન

આ અંગે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ચીન સાથેના વિવાદના મુદ્દા (lac-rajnathsingh)પર તેઓ સરકારની જોડે છે. ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના જોરે ચીન સાથે કોઈ સમાધાન ન થવુ જોઈએ એપ્રિલમાં ચીનના સૈનિક જ્યાં હતા ત્યાં તેણે જવું જોઈએ. આ જ આપણો પ્રયાસ હોવો જોઈએ.

ભારત-ચીન સરહદી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સંમત

આ પહેલા સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ભારત અને ચીન બંનેએ સ્વીકાર્યુ છે કે સરહદનો (lac-rajnathsingh)પ્રશ્ન જટિલ છે. તેના સમાધાન માટે સંયમની જરૂરિયાત છે. આ મુદ્દે યોગ્ય, વ્યવહારિકઅને એકબીજાને સ્વીકાર્ય સમાધાન શાંતિપૂર્ણ વાતચીત દ્વારા કાઢવામા આવવુ જોઈએ.

આ પણ વાંચોઃ ચીન સાથે સરહદી વિવાદ અંગે મોદી સરકારે આજે સાંજે બોલાવી બેઠક

રાજનાથસિંહે (lac-rajnathsingh)જણાવ્યું હતું કે અમે ચીનને રાજકીય તથા લશ્કરી માધ્યમોથી જણાવી દીધું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અને સ્થિતિને એકતરફી બદલવાનો પ્રયત્ન છે. તેની સાથે તે પણ સ્પષ્ટ કરી દીધું કે આ પ્રયાસ અમને કોઈપણ રીતે મંજૂર નથી.

તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે યુદ્દનો પ્રારંભ તો કોઈના હાથમાં હોય છે, પરંતુ તેનો અંત કોઈના હાથમાં હોતો નથી. જે ધરતી પરથી સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ ગયો તે જધરતી પર શાંતિમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સરહદી વિસ્તારોમાં ચીનની મોટાપાયે ગોઠવણી

તેમણે તાજેતરમાં ચીનના સંરક્ષણ પ્રધાન વેઇ ફેંગહે સાથે મોસ્કોમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માંગે છે અને અમે ઇચ્છીએ છીએ કે ચીનનો પક્ષ અમારી સાથે મળીને કામ કરે.

તેમણે વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે (lac-rajnathsingh)ચાઇનીઝ લશ્કર એલએસી(LAC)માં મોટી સંખ્યામાં જવાનો અને શસ્ત્રો ગોઠવ્યા છે. આપણા સૈનિકોએ પણ જવાબી તૈયારી કરી છે. આપણા સશસ્ત્ર દળો આ પડકારનો સામનો કરવા સમર્થ છે.