Gujarat Exclusive > દેશ-વિદેશ > ITના દરોડામાં કોંગ્રેસ નેતાની 200 કરોડની વિદેશી સંપત્તિનો ખુલાસો

ITના દરોડામાં કોંગ્રેસ નેતાની 200 કરોડની વિદેશી સંપત્તિનો ખુલાસો

0
1202

આવકવેરા વિભાગે હરિયાણા કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ અને તેમના પરિવાર વિરૂદ્ધ કરેલી કાર્યવાહી બાદ 200 કરોડ રૂપિયાથી વધારે વિદેશી સંપત્તિની ભાળ મળી છે. CBDT સુત્રોએ આ અંગે જાણકારી આપી હતી. વિભાગે હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં બિશ્નોઈ સાથે સંકળાયેલ 13 ઠેકાંણે 23 જુલાઈના રોજ શોધખોળ હાથ ધરી હતી.

CBDTએ રવિવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ગ્રુપ એવા લોકો સંચાલિત છે, જેમની દાયકાઓથી પાડોશી રાજ્યોમાં મહત્વપૂર્ણ રાજનીતિક ઉપસ્થિતિ રહે છે અને દાયકાઓથી જવાબદાર રાજનીતિક પદો પર રહીને મોટી માત્રામાં ધન એકઠું કર્યું છે.

વધારે પ્રમાણમાં રોકડની લેવડ-દેવડ સામે આવી
અત્યાર સુધી મળેલ પુરાવાથી મોટી માત્રામાં રોકડની લેવડ-દેવડ સામે આવી છે. જો કે કોઈનું નામ નથી, પરંતુ વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, આ મામલો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર બિશ્નોઈ સાથે સંકળાયેલ છે.

કુલદીપના પુત્રની 89 કલાક પૂછપરછ
અગાઉ હરિયાણાના હિસ્સાર જિલ્લામાં શુક્રવારે ઈન્કમટેક્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા બાદ શનિવારે દિલ્હીમાં પણ દરોડાની કાર્યવાહીને અંજામ આપ્યો હતો. આ કાર્યવાહી સમાપ્ત થયા બાદ કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઈની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન 10 ઈન્સપેક્ટરોએ ભવ્યને 89 કલાકમાં 146 પ્રશ્નો પૂછ્યા હતા.

કર્ણાટક સંકટ: સ્પીકરે આપ્યું રાજીનામું, અયોગ્ય ઠરેલા ધારાસભ્યો ભડક્યાં