Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > આજથી 7 દિવસ બાદ સ્કૂલો થશે શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો શરતો

આજથી 7 દિવસ બાદ સ્કૂલો થશે શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો શરતો

0
211

નવી દિલ્હી: દેશમાં શનિવારે કોરોના વાઈરસથી સંક્રમિતોના રેકોર્ડ બ્રેક 97,570 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 46,59,984 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી કુલ 97,570 લોકોએ જીવલેણ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશમાં સતત કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે. આ દરમિયાન દેશમાં અનલૉક-4ની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. મૉલથી લઈને મેટ્રો સુધી તમામ સેવાઓ સાવધાની સાથે ખુલવાની પ્રક્રિયા ચાલી રહી છે. અનલૉક4માં સરકાર ધોરણ-9થી લઈને 12 સુધીની સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દેવામાં આવી છે.

કોરોના મહામારીના પગલે માર્ચ મહિનાથી બંધ સ્કૂલો દેશના કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 21 સપ્ટેમ્બરથી ખુલવા જઈ રહી છે. જો કે તે સ્વૈચ્છિક નિર્ણય રહેશે, એટલે કે જે વિદ્યાર્થી સ્કૂલે જવા ઈચ્છે છે, તે પોતાના શિક્ષકોની સલાહ લેવા માટે સ્કૂલે જઈ શકે છે. કોઈને સ્કૂલે જવા માટે ફરજ નહીં પાડી શકાય.

જણાવી દઈએ કે, માર્ચમાં કોરોના વાઈરસના ફેલાવા સાથે સ્કૂલો પર તાળા વાગી ચૂક્યાં છે. કોરોના કાળમાં અત્યાર સુધી ઓનલાઈન વર્ગો મારફતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યાં છે. હવે જ્યાં સુધી કોરોનાનું જોખમ ટળે નહીં અને સરકાર તરફથી સ્પષ્ટ આદેશ ના આવે, ત્યાં સુધી ધોરણ 1 થી 8 ના બાળકોને ઓનલાઈન જ અભ્યાસ કરવો પડશે.

આ પણ વાંચો: દિલ્હી હિંસા: પૂરક ચાર્જશીટમાં સીતારામ યેચૂરી અને યોગેન્દ્ર યાદવ સહિત અનેક મોટા નામ

સ્કૂલ જતાં પહેલા જાણી લો આ શરતો
→ સરકારની ગાઈડલાઈન્સ અનુસાર માત્ર કન્ટેનમેન્ટ ઝોનની બહારની સ્કૂલો ને જ ખોલવામાં આવી શકે છે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર રહેતા સ્ટાફ અને વિદ્યાર્થીઓને જ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે.

→ જો તમારા બાળકની સ્કૂલ કન્ટેનમેન્ટ ઝોનમાં છે અથવા તો તમારું ઘર કન્ટેનમેન્ટ ઝોનમાં છે, તો તમારા બાળકને સ્કૂલે જવાની પરવાનગી નહીં આપવામાં આવે.

→ સ્કૂલે આવનાર વિદ્યાર્થીઓ પાસ વાલીની લેખિત મંજૂરી હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓને સ્કૂલે આવવું ફરજિયાત નહીં હોય.

→ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત રહેશે. વર્ગમાં પણ તમામ પ્રકારના નિયમો લાગુ પડશે. આ તમામ નિયમો દરેક શૈક્ષણિક સંસ્થાઓ પર એક જેવા જ લાગૂ કરવાના રહેશે.

→ કોરોના સામે જંગને લઈને જાહેર કરવામાં આવેલા નિયમો અને ગાઈડલાઈન્સની સાથે સરકારે સ્કૂલો માટે અલગથી દિશા-નિર્દેશ જાહેર કરવાનું કામ કર્યું છે. જેને તમે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

→ વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર હોવું જરૂરી છે. આ સિવાય ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હાલ બાયોમેટ્રિક એટેન્ડેન્સથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

→ સ્કૂલની અંદર પણ થોડી-થોડી વારમાં હાથને સાબુથી ધોવા કે સેનેટાઈઝ કરવા જરૂરી છે. સ્કૂલ કમ્પાઉન્ટમાં જ્યાં-ત્યાં થૂકવા પર પ્રતિબંધ છે.

→ ગેટ પર દરેક વિદ્યાર્થી અને સ્ટાફનું થર્મલ સ્ક્રીનિંગ થશે. ગેટ પર જ તેમના હાથ પણ સેનેટાઈઝ કરવાની વ્યવસ્થા હશે.

→ બાળકો પોતાનો કોઈ પણ સામાન જેમ કે, પેન, પેન્સિલ કે નૉટબુક જેવી વસ્તુઓની અંદરોઅંદર આપ-લે નહીં કરી શકે. આ સાથે જ સ્કૂલના ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની રમત કે ફિઝિકલ એક્ટિવિટી નહીં કરી શકાય.

→ સ્કૂલ આવનાર તમામ લોકો માટે આરોગ્ય સેતુ એપ રાખવી જરૂરી છે. આ સાથે જ તમામ સ્કૂલોને પલ્સ ઑક્સિમીટરની વ્યવસ્થા કરવી જરૂરી છે.