Gujarat Exclusive > આપણી જરૂરિયાત > ભારતની સૌથી જૂની કંપનીએ વેચી 70,501 રૂપિયાની એક કિલો ચા, જાણો દુનિયાની સૌથી મોંઘી ચા વિશે

ભારતની સૌથી જૂની કંપનીએ વેચી 70,501 રૂપિયાની એક કિલો ચા, જાણો દુનિયાની સૌથી મોંઘી ચા વિશે

0
701

અસમના ચા ઉદ્યોગ માટે આ ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. મેજાન ટી એસ્ટેટની ગોલ્ડન ટિપ 70,501 રૂપિયા પ્રતિ કિલો કિમત પર આખા વિશ્વમાં સર્વાધિક કિંમતવાળી ચા બની ગઈ છે. દુનિયાની સૌથી જૂની ચા કંપની અસમ કંપની ઈન્ડિયા લિમિટેડે સીજનની સૌથી સારી ગુણવત્તાવાળી આ ડિઝાઈનર ચાને 31 જૂલાઈએ ગુવાહાટીની ચા હરાજી સેન્ટરમાં ઓનલાઈન હરાજી દ્વારે વેચી. માત્ર એક વર્ષ પહેલા જ ખરીદેલા ચાના બગીચાએ ઓલ્ડ ઈઝ ગોલ્ડને ચરિતાર્થ કરતા આ કંપનીને એકદમ ફાયદાકારક સ્થિતિમાં લાવી દીધી છે. ગોલ્ડન ટિપ ચાએ એક દિવસ પહેલા જ એટલે 30 જૂલાઈએ મનોહારી ગોલ્ડ ટી દ્વારા બનાવેલ 50,000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે.

દુનિયાની સૌથી મોંઘી ચા: રાજ્યના 200 વર્ષ જૂના ચા ઉદ્યોગમાં દરેક વખત નવો રેકોર્ડ બનવો જાણે હવે એક પરંપરા બની ગઈ છે. હજું કાલે જ મનોહારી ગોલ્ડ ચા 50,000 રૂપિયા પ્રતિ કિલોની કિંમત સાથે દુનિયાની સૌથી મોંઘી ચા બનીને સામે આવી હતી અને માત્ર 24 કલાકની અંદર જ મેજાન ટી એસ્ટેટની ગોલ્ડન ટિપ ચા વિશેષજ્ઞો માટે એક નવો ક્રેઝ બની ગઈ.

એક ઝાટકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 30થી 35 રૂપિયાનો થઈ જશે ઘટાડો

શુદ્ધ રૂપથી સોનેરી રેસાઓવાળી ચાએ સવારે 31 જૂલાઈએ ગુવાહાટી નીલામી સેન્ટરમાં થયેલ નીલામીમાં 70,501 રૂપિયા પ્રતિ કિલોની ભારી ભરકમ કિંમત વસૂલ કરી લીધી.

પોતાના ઉત્પાદનની સૌથી વધારે કિંમત મળવી વિશ્વની સૌથી જૂની ચા કંપની માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા જેવું છે. આ ચા કંપનીને 1839માં રોયલ ચાર્ટર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

બીજા ફ્લશ દરમિનાય પેદા થયેલ ચા એક કુટીર ઉદ્યોગનું ઉત્પાદન છે, જે ખુબ જ દુર્લભ છે અને આ હાથો દ્વારા પેદા કરેલી ચા વિશેષ રૂપથી ચાના પસંદગીના સારી જાતના ચાના છોડવાઓ દ્વારા બનાવવામાં આવે છે.

સુગંધમાં અનોખી અને સ્વાદમાં કડક મૈજાન ગોલ્ડન ટિપ પીવામાં સૌથી અલગ અને અનોખા પ્રકારનો અનુભવ આપે છે. અનન્ય પીણા જેવો આનો સ્વાદ દેશી ચાના છોડવાઓથી આવે છે જે લગભગ સૌ વર્ષ જૂના છે.

નાના દુકાનદારોને મળશે મોટી ભેટ! મોદી સરકારે પૂરી કરી લીધી તૈયારી

સામાન્ય રીતે ચાના છોડવાઓ 50 વર્ષો બાદ ઉખાડી દેવામાં આવે છે, કેમ કે આનાથી ઉત્પાદન ઓછું થઈ જાય છે. મૈજાન ટી એસ્ટેટે લગભગ 40 કિલો ગોલ્ડન ટિપ ચા ઉગાવી હતી જેમાં બે કિલોની નિલામી કરવામાં આવી.

અહીં તે વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અબૂ ધાબીમાં વ્યાપાર કરી રહેલ પદ્મશ્રી બીઆર શેઠ્ઠીના નિવેશની મદદથી અસમ કંપની લીમિટેડે અસમના 14 ચાના બગીચા ખરીદ્યા છે.

આ ચા બગીચાઓમાં દસ બગીચાઓ અસમના બગીચાઓના સૌથી ઉંચા હિસ્સામાં હતા, જેમને કંપનીએ અસમ ચાની ગુણવત્તા સુધારવાના પહેલ સાથે-સાથે શ્રમશક્તિ અને નવા લેટેસ્ટ પ્રયોગની કમી સાથે ઝઝૂમી રહેલ અસમ ચા ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂકવા માટે મેળવ્યા હતા.

જે કંપની ચાર્ટમાં 185માં નંબરે હતી તે પોતાની મદહોશ કરી દેનાર ખુશ્બુભરી સીટીસી ચાના કારણે એક વર્ષના સમયમાં નંબર વનની પોજિશન ઉપર આવી ગઈ છે.

કેબિનેટ મીટિંગમાં PM નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો સહિત સામાન્ય લોકોને અનેક ફાયદા