Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > આવી રહી છે 11 સીટોવાળી Kia Carnival, સાઈઝ અને ફિચર્સથી Toyota Innovaને આપશે ટક્કર

આવી રહી છે 11 સીટોવાળી Kia Carnival, સાઈઝ અને ફિચર્સથી Toyota Innovaને આપશે ટક્કર

0
333

ભારતીય બજારોમાં દક્ષિણ કોરિયાની પ્રમુખ વાહન નિર્માતા કંપની Kia Motors ટૂંક જ સમયમાં પોતાના પ્રથમ વાહનના રૂપે SUV Kia Seltosને લોન્ચ કરવાની તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. ત્યાર બાદ કંપની દેશના રસ્તાઓ પર MPV સેગ્મેન્ટમાં પણ પોતાની ઉપસ્થિતી નોંધાવવા કરવા જઈ રહી છે. કંપની થોડા જ સમયમાં Kia Carnivalને રજૂ કરવા જઈ રહી છે.

હાલમાં જ કંપનીએ આ વાતને કન્ફોર્મ કરી છે કે, આ MPV ભારતની બજારમાં બીજી ગાડી હશે. પ્રાપ્ત માહિતી મુજબ આ MPVને આગામી ઓટો એક્સપો રજૂ કરવામાં આવશે. આ MPVને ગ્લોબલ માર્કેટમાં હાજર મોડલનું ફેસલિફ્ટ વર્જન હશે. આ કંપનીની ભારતીય બજારમાં ફ્લેગશિપ મોડલ હશે,જે કંપનીના બ્રાન્ડનું પ્રમોશન કરશે.

Kia Carnival એક પ્રીમિયમ MPV છે. આકારમાં અને ફીચર્સ મામલે આ MPV Toyota Innovaથી સારી હશે. સાથે MPV 7,8 અને 11 સીટોના વિકલ્પની સાથે ઉપલબ્ધ છે. આ MPV Toyota Innovaની સરખાણીમાં 380mm લાંબી અને 155mm પહોળી છે. આકારની વાત કરીએ તો Carnivalની લંબાઈ 5,115mm,પહોળાઇ 1,985mm અને તેની ઉંચાઇ 1,740mm છે. સાથે તેમાં 3,060mmનું વ્હીલબેસ પણ આપવામાં આવ્યું છે.

આ MPVને કંપની CKD રૂટથી ભારતમાં લાવવામાં આવશે. જેથી તેની કિંમત ઓછી રાખી શકાય. આ કંપનીએ આધ્ર પ્રદેશ સ્થિત અનંતપુર પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે, Kia Carnivalમાં કંપનીના 2.2 લીટરની ક્ષમતાનું 4 સિલિન્ડર યુક્ત ટર્બો ચાર્જ ડીજલ ઈન્જીનનો પ્રયોગ કરવમાં આવ્યો છે. જોકે,202hp પાવર 441Nmનું ટોર્ક જનરેટ કરે છે. સાથે તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ પણ સામેલ છે.

MPVમાં તમને ઈલેક્ટ્રોનીક સ્લાઈન્ડિગ ડોર, મલ્ટીપલ એયરબૈગ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ક્લાઈમેટ કન્ટ્રોલ, ટચ સ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ પણ મળશે. જાણકારો માને છે કે, MPVની કિંમત 25થી 30 લાખ રૂપિયા હોય શકે છે.

સરકારનો નવો નિયમ: અંગત ઉપયોગ માટેના ઈલેક્ટ્રિક વાહનો પર નહી મળે સબસિડી