Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ખેરાલુ: કુડાના આર્મી જવાનનું ફરજ દરમિયાન કરંટ લાગતા મોત

ખેરાલુ: કુડાના આર્મી જવાનનું ફરજ દરમિયાન કરંટ લાગતા મોત

0
631

ખેરાલુ તાલુકાના કુડાના જવાન પ્રવિણ સિંહ ઠાકોરનું આર્મીમાં ફરજ દરમિયાન મોત નિપજ્યુ હતું. જમ્મુ કાશ્મીર ખાતે આર્મીની ફરજ દરમિયાન આર્મી ટેન્ટમાં નહાવા જતા વોટર હિટરથી કરંટ લાગતા જવાનનું મોત થયુ હતું.

કરંટ લાગતા આર્મી જવાનનું મોત

ખેરાલુના કુડા ગામમાં પરિવારે દીકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી ગઇ છે. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતો હતો. મૃતક જવાનના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. મૃતક જવાનના નાના ભાઇની પણ આર્મીમાં જવાની ઇચ્છાઓ અધુરી રહી હતી. આવતીકાલે મૃતક જવાનના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે.