Gujarat Exclusive > યુથ > મનોરંજન > KGF 2નું પોસ્ટર રિલીઝ: સંજય દત્ત પર સસ્પેન્સનો અંત

KGF 2નું પોસ્ટર રિલીઝ: સંજય દત્ત પર સસ્પેન્સનો અંત

0
645

સાઉથના સુપરસ્ટાર યશની ગત ફિલ્મ ‘KGF 1’એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યા બાદ હવે આ ફિલ્મનો બીજો પાર્ટ જલ્દી રિલીઝ થઈ જવા રહ્યો છે. આ ફિલ્મનું બીજુ પોસ્ટર 29 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે એ પણ ખૂલાસો થયો છે કે, સંજય દત્ત ફિલ્મમાં ‘અધીરા’ની ભૂમિકામાં જોવા મળશે.

પ્રથમ પોસ્ટર રિલીઝ થયા બાદ વિચાર કરવામાં આવી રહ્યો હતો કે, ‘અધીરા’ના રોલમાં સંજય દત્ત જોવા મળશે પરંતુ કોઈ ઓફિશિયલ ઈન્ફોમેશન ન હોવાથી આતુરતાથી આ જાહેરાતની રાહ જોવાઈ રહી હતી.

બીજા પોસ્ટરની સાથે હવે આ સ્પષ્ટ થઈ ગયું છે કે, આ ફિલ્મમાં સંજય દત્ત જ જોવા મળશે. પોસ્ટરમાં સંજય દત્ત ખૂબ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેના માથા પર એક કપડૂ બાંધેલૂ છે. આ કપડાથી તેનો ચેહરો ઢાકેલો છે.

આની પહેલા પણ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં એક શખ્સનો હાથ જોવા મળી રહ્યો હતો. તે શખ્સે મુઠ્ઠી બાંધેલી રાખી હતી. લોકો સોશિયલ મીડિયા પર આ અંદાજ લગાવી રહ્યા હતા કે કદાચ આ ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી થઈ શકે છે.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા