Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરળમાં ‘ટેબલ ટોપ રનવે’ પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે?

કેરળમાં ‘ટેબલ ટોપ રનવે’ પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે?

0
130
  •  દુર્ઘટનામાં 18નાં મોત, 127 હોસ્પિ.માં દાખલ, VIDEO જોવા ક્લિક કરો
  • કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં રનવે પર એર ઇન્ડીયાનું વિમાન લપસ્યું
  • ‘ટેબલ ટોપ રનવે’ ને કારણે અહીં લેન્ડિંગ રહે છે જોખમભર્યું

કેરળ : કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ‘ટેબલ ટોપ રનવે’ પર અચાનક એર ઇન્ડીયાનું વિમાન લપસી (Kerala plane crash) જતા ઘાટીમાં જઇ પડ્યું. જેનાં કારણે વિમાનનાં બે ટુકડા થઇ ગયા હતાં. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાયલટ સહિત 18નાં મોત (Kerala plane crash) થઇ ચૂક્યાં છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. આ વિમાન દુબઇથી 174 પેસેન્જર, 10 નવજાત બાળકો, 2 પાયલટ અને 5 કેબિન ક્રૂ સાથે મલ્લાપુરમનાં કાલીકટ એરપોર્ટ આવી રહ્યાં હતાં. આ વિમાન દુર્ઘટના પાછળ જવાબદાર કારણ ભારે વરસાદ સિવાય ‘ટેબલ ટોપ રનવે’ને ગણવામાં આવી રહેલ છે. ‘ટેબલ ટોપ રનવે’ ને કારણે વિમાનને લેન્ડિંગ દરમ્યાન મુશ્કેલી સર્જાઇ અને આટલી મોટી દુર્ઘટના ઘટી ગઇ.

આવા રનવે પર વિમાનને ખરાબ વાતાવરણમાં લેન્ડિંગ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ વિમાન દુર્ઘટના બાદ એક વાર ફરી ‘ટેબલ ટોપ રનવે’ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તો આખરે શું હોય છે આ ‘ટેબલ ટોપ રનવે’ તે અહીં જાણીએ…

કોને કહેવાય છે ‘ટેબલ ટોપ રનવે’?

જો કે આપને નામ પરથી જ ખ્યાલ આવી જશે કે ટેબલ ટોપ એટલે કે બંને તરફની જગ્યા ખાલી હોય અને ઉપરની તરફ સમતલ રનવે હોય તેને જ ટેબલ ટોપ રનવે કહેવાય છે. આવો રનવે કોઇ પહાડી અથવા તો કોઇ એવી જગ્યાએ કે જે નીચેથી સ્લોપવાળી હોય અથવા તો તેનાં ટોપ પર સ્થિત કોઇ એરપોર્ટ પર બનાવવામાં આવેલ હોય છે. આવા રનવે પર લેન્ડિેંગ માટે પાયલટને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમ કે કહેવાય છે કે લેન્ડિંગ વખતે આવા રનવે એક પ્રકારનો ભ્રમ પેદા કરે છે. એટલાં માટે અહીં પરફેક્ટ લેન્ડિંગ ખૂબ જરૂરી હોય છે.

જો વાતાવરણ ખરાબ હોય તો આ રનવે પર લેન્ડિંગ ખૂબ મુશ્કેલ હોય છે. સામાન્ય રીતે આવા રનવેની બંને બાજુએ ઊંડી ખાઇ અથવા તો ઘાટી હોય છે. જેમ કે કેરળનાં કોઝિકોડમાં થયું. વિમાન રનવે પરથી લપસી સીધુ ઘાટીમાં જતું રહ્યું, જેને કારણે વિમાનનાં બે ટુકડાંઓ થઇ ગયા અને 18 લોકોનાં મોત નિપજ્યાં.

દેશમાં કેટલી જગ્યાએ આવા ટેબલ ટોપ રનવે છે?

દેશમાં કુલ ત્રણ જગ્યાએ ટેબલ ટોપ રનવે આવેલાં છે. જેને ખૂબ ઊંચાઇ પર બનાવવામાં આવેલ છે. જેમાંથી એક કેરળનાં કાલીકટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે છે. જેની પર એર ઇન્ડીયાનું વિમાન લપસી પડ્યું અને આટલી મોટી દુર્ઘટના ઘટી ગઇ. આવો જ બીજો ટેબલ ટોપ રનવે કર્ણાટકનાં મેંગલુરૂ એરપોર્ટ પણ ખૂબ ઊંચાઇ પર સ્થિત છે. ત્રીજું એરપોર્ટ મિઝોરમમાં છે. જ્યાં ટેબલ ટોપ રનવે આવેલો છે. એટલે કે બંને તરફ ઘાટી અથવા તો ખાઇ અને પહાડની ઉપર એરપોર્ટ બનેલું છે.

મેંગલુરૂ એરપોર્ટ પર ઘટી હતી દુર્ઘટના

ટેબલ ટોપ એરપોર્ટ પર એક આવી જ દુર્ઘટના વર્ષ 2010માં મેંગલુરૂમાં ઘટી હતી. આ દુર્ઘટનાંમાં પણ લેન્ડિંગ દરમ્યાન પ્લેન લપસીને નીચે ખાઇમાં જતું રહ્યું હતું. કેરળનાં કાલીકટની દુર્ઘટના કરતા પણ આ ભયાનક હતી. સંયોગની વાત એ છે કે તે સમયે પમ વિમાન એર ઇન્ડીયાનું જ હતું અને તે દુબઇથી પરત આવી રહ્યું હતું. મેંગલુરૂ એરપોર્ટ પર પહોંચતા જ વિમાન ટેબલ ટોપ રનવે પર લપસી જતા અનેક ફૂટ ઊંડી ખાઇમાં તે નીચે પડી ગયું. આ દુર્ઘટનામાં 158 લોકોનાં મોત થયા હતાં. જેમાં માત્ર 8 લોકો જ જીવતા બચ્યા હતાં.

આ પણ વાંચોઃ કેરળમાં રનવે પર 190 યાત્રી સાથેનું વિમાનના બે કટકાઃ 18 મોત, મોટી ખુવારીની આશંકા