Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીરમાં કોઇ પણ સમયે હટી શકે છે કલમ 35 A, ઘાટીમાં 50,000થી વધુ સૈનિકો તૈનાત

કાશ્મીરમાં કોઇ પણ સમયે હટી શકે છે કલમ 35 A, ઘાટીમાં 50,000થી વધુ સૈનિકો તૈનાત

0
2056

જમ્મુ અને કાશ્મીરમાં લાગુ વિવાદાસ્પદ કલમ 35એને હટાવવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે.સૂત્રોએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ઘાટીમાંથી પરત ફર્યાના 2 દિવસ બાદ કેન્દ્રએ રાજ્યમાં 10 હજાર વધુ અર્ધસૈનિક દળોના જવાનોને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.સુત્રો અનુસાર ડોભાલે પોતાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્ય તંત્ર, પોલીસ, અર્ધ સૈનિક દળ, સેના, રાજ્ય અને કેન્દ્રીય જાસુસી એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મહબુબાએ કહ્યું- કાશ્મીરનો હલ સૈન્ય રીતે ના થઇ શકે

10 હજાર સુરક્ષાદળની તૈનાતીનો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ વિરોધ કર્યો છે. મહબૂબાએ ટ્વીટ કરી કહ્યું, ‘ઘાટીમાં 10 હજાર સૈનિકોની તૈનાતી અહીના લોકોમાં ભય ઉભો કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની કોઇ કમી નથી.’ મહબૂબાએ પોતાની ટ્વીટમાં આગળ લખ્યુ, જમ્મુ કાશ્મીર એક રાજકીય સમસ્યા છે જેને સૈન્ય સાધનોથી હલ ના કરી શકાય. કેન્દ્ર સરકારે પોતાની નીતિ પર ફરી વિચાર કરવાની જરૂર છે.

સૂત્રોએ કહ્યું, ‘આ મોટી આકસ્મિક યોજનામાં દરેક પ્રકારની નાની-નાની વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઇ રીતે કામ કરશે. ખુલીને સામે રહેનારાઓથી લઇને ભૂમિગત રહેતા અલગાવવાદી કેડરની પ્રતિક્રિયા અને મુખ્યધારા રાજકીય નેતૃત્વની પ્રતિક્રિયા પણ તેમાં સામેલ છે.’

કલમ 35-એ હટાવવા તૈયાર સરકાર

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે, ‘આ સ્પષ્ટ છે કે આ પ્રસંગ માટે કોઇ પણ સંભાવના છોડી શકાય નહી. આદેશ સ્પષ્ટ છે. કલમ 35એને હટાવવાનો વિરોધ કરવા માટે એક સાર્વજનિક આક્રોશની આડમાં હિંસા અને રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઇ શકે છે, જેને નિયંત્રિત કરવામાં આવશે જેથી સામાન્ય વ્યક્તિને અસુવિધા હોય.’

સૂત્રોનું કહેવુ છે, કલમ 35એને હટાવ્યા બાદ બગડી રહેલી કાયદા વ્યવસ્થા સામે લડવા માટે પુરા ઓપરેશનને નામ પણ આપવામાં આવ્યુ છે. ઘાટીમાં છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની વધારાની કંપનીઓનું આવવાનું શરૂ થઇ ગયુ છે.

સીએપીએફને લઇ જનારા વિશેષ વિમાન છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા છે, જ્યારે આ દળોની વધુ કંપનીઓને લઇ જનારો કાફલો જમ્મુ અને શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગના માધ્યમથી ઘાટીમાં પહોચી રહ્યો છે.

વર્તમાનમાં ઘાટીમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા અને અન્ય સુરક્ષાના કારણોસર સીએપીએફની 450 કંપનીઓમાં સામેલ 40 હજાર સૈનિક પહેલાથી જ તૈનાત છે. આ સંખ્યામાં કાઉન્ટર ઇસર્જેસી (વિદ્રોહ) રાષ્ટ્રીય રાઇફલ્સની તાકાત સામેલ નથી, જે હિન્ડલેન્ડમાં આતંકવાદ-રોધી અભિયાનને અંજામ આપે છે અને કઠિન પરિસ્થિતિમાં રાજ્ય પોલીસ અને સીએપીએફને સહાયતા આપે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જોકે, એક આદેશ જાહેર કરતા કહ્યું છે કે સેના ‘કાઉન્ટર ઇન્સર્જેટ ગ્રિડ’ને મજબૂત કરવા અને ઘાટીમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે હશે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે જવાનોને ઉત્તરી કાશ્મીરમાં તૈનાત કરવામાં આવશે જ્યા સુરક્ષાની સ્થિતિ હજુ પણ એક પડકાર બનેલી છે.

જાણકાર સુત્રોનું કહેવુ છે કે આવા તત્વ, જે સાર્વજનિક રીતે તોફાન મચાવવાનો પ્રયાસ કરી શકે છે, તેમની યાદી પહેલા જ તૈયાર કરવામાં આવી ચુકી છે. સૂત્રોએ કહ્યું, ‘આ રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વોને પ્રતિબંધાત્મક અટકાયતમાં લેવામાં આવશે જેથી ઉપદ્રવ કરવાથી રોકી શકાય.’

રસપ્રદ વાત એ છે કે રાજ્ય અને કેન્દ્રીય જાસુસી એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્ર-વિરોધી અને અસામાજિક તત્વોની યાદી અલગાવવાદી કેડરો સુધી જ સીમિત નથી. સૂત્રોએ કહ્યું, પોતાના પગ નીચેથી રાજકીય જમીન ખસતી જોઇ કેટલાક સ્થાનિક રાજનેતા પણ રડાર પર છે, જેથી તે સંભવિત સ્થિતિથી રાજકીય લાભ ના લઇ શકે.

શ્રીનગરમાં એક રાષ્ટ્રીય સમ્મેલન દરમિયાન ગુરૂવારે કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કેન્દ્રને સર્વોચ્ચ અદાલતના નિર્ણયની રાહ જોવા માટે કહ્યું હતું. જ્યાં કલમ 35એ અને કલમ 370ને પડકાર આપનારી અરજી લંબિત છે.

અબ્દુલ્લાએ કહ્યું, ‘તમે ઉતાવળ કેમ કરી રહ્યાં છો?અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમ્માન કરીશુ, જેવુ કે અમે હંમેશા કર્યુ છે.’ ઉમર અબ્દુલ્લાએ સરકારને તે અફવાઓ પર પોતાની સ્પષ્ટતા આપવા પણ કહ્યું જેમાં કહેવામાં આવતુ હતું કે 15 ઓગસ્ટ બાદ કાશ્મીરમાં એક લાંબુ સંકટ જોવા મળશે. અબ્દુલ્લાએ કહ્યું કે સરકારી અધિકારી અફવા ફેલાવી રહ્યાં છે અને લોકોને રેશન, દવા અને વાહનો માટે ઇંધણ ભેગુ કરવા માટે કહી રહ્યાં છે, કારણ કે અનિશ્ચિતતાનો એક લાંબો સમય આવવાની વાત કહેવામાં આવી રહી છે.

નેશનલ કોન્ફ્રેસ (નેકાં), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), જમ્મુ અને કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટ (જે એન્ડ કેપીએમ) અને રાજ્યના તમામ ક્ષેત્રીય દળોએ કલમ 35 એ અને 370 સાથે છેડછાડનો વિરોધ કર્યો છે. બંધારણની આ બન્ને કલમોમાં કોઇ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની જોગવાઇ છે. બીજી તરફ તેનાથી ઉલટુ ભારતીય જનતા પાર્ટીનો તર્ક છે કે આ જોગવાઇ રાજ્યના એકીકરણમાં વિક્ષેપ બનવાની સાથે જ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં પણ વિક્ષેપ બનેલી છે.

શું છે જમ્મુ-કાશ્મીરની વિવાદીત કલમ 35A? જેને દૂર કરવામાં લાગ્યુ ભાજપ