Gujarat Exclusive > રાજનીતિ > મુખ્યમંત્રી યેદિયુરપ્પાનો માર્ગ મોકળો, JDS આપી શકે છે સમર્થન!

મુખ્યમંત્રી યેદિયુરપ્પાનો માર્ગ મોકળો, JDS આપી શકે છે સમર્થન!

0
405

કર્ણાટકમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા રાજકીય નાટકનો આખરે અંત આવી ગયો છે. બીએસ યેદિયૂરપ્પાએ શુક્રવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. યેદિયૂરપ્પા 29 જુલાઈના વિધાનસભામાં બહુમત સાબિત કરશે. આ દરમિયાન જેડીએસના કેટલાક ધારાસભ્યોએ ભાજપને ટેકો આપતા જોવા મળી રહ્યાં છે. જેડીએસના ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીને ભાજપનું સમર્થન આપવા જણાવ્યું છે.

શુક્રવારે રાત્રે યોજાયેલ બેઠકમાં જેડીએસ ધારાસભ્યો વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા. કેટલાક ધારાસભ્યોએ એચડી કુમારસ્વામીને કર્ણાટકમાં ભાજપ સરકારમાં સામેલ થવા અથવા તો બહારથી સમર્થન આપવા માટેની માંગ કરી હતી. જો કે કેટલાક ધારાસભ્યોએ અંતિમ નિર્ણય કુમારસ્વામી પર છોડી દીધો છે. ભલે રાજ્યમાં ભાજપની સરકાર બની ગઈ હોય. પરંતુ પડકાર હજુ પણ ઓછા થયા નથી.

ભાજપ માટે સૌથી મોટો પડકાર
યેદિયૂરપ્પાને 31 જુલાઈના રોજ વિધાનસભા ગૃહમાં બહુમત સાબિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશકુમારે અત્યાર સુધીમાં 3 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ગણાવ્યા છે. તેમણે ગુરૂવારે કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રમેશ જર્કિહોલી, મહેશ કુમાતાહલ્કી અને એક અપક્ષ ઉમેદવાર આર શંકરને અયોગ્ય જાહેર કર્યા હતા. આ ત્રણ ધારાસભ્યો ઉપરાંત 14 બળવાખોર ધારાસભ્યોનું ભવિષ્ય પણ અધ્ધરતાલ છે. આજ કારણે ભાજપે સરકાર બનાવવામાં કોઈ ઉતાવળ દાખવી નથી.

બહુમતથી દૂર ભાજપ
વિધાનસભામાં હજુ પણ 222 સભ્યો છે અને ભાજપને સરકાર બનાવવા માટે 112 ધારાસભ્યોની આવશ્યક્તા છે. એક અપક્ષ સહિત 106 ધારાસભ્યો સાથે ભાજપ હજુ પણ બહુમતથી દૂર છે. જો બળવાખોર ધારાસભ્યોનું રાજીનામું સ્વીકારાય તો તેઓ ગેરલાયક ઠેરવાય, તો ભાજપ ફ્લોર ટેસ્ટ પાસ કરી શકે. જો કે તેના પછી પેટા ચૂંટણી માથાનો દુખાવો સાબિત થશે. પેટા ચૂંટણી બાદ બહુમત પ્રાપ્ત કરવા માટે ભાજપે ઓછામાં ઓછી 8 બેઠકોની આવશ્યક્તા રહેશે. આથી ભાજપે પોતાના જોરે પેટા ચૂંટણીમાં વિજય મેળવવો પડશે.

ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું
મુખ્યમંત્રી યેદિયૂરપ્પા 29 જુલાઈના રોજ બહુમત સાબિત કરશે. અગાઉ ગત વર્ષે ચૂંટણી બાદ ભાજપ રાજ્યમાં સૌથી વધું બેઠકો જીતીને બહુમત સાબિત કરવાથી ચૂકી ગઈ હતી. આ દરમિયાન યેદિયૂરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા હતા, પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા બહુમતાનો આંકડો ના હોવાના કારણે તેમણે રાજીનામું આપી દીધુ હતું.

દમણ: કોંગ્રેસના પૂર્વ સાંસદ પર પાણી ચોરીનો આરોપ, ફરિયાદ દાખલ