Gujarat Exclusive > રાજનીતિ > કર્ણાટકમાં રાજકીય સંકટનો અંત, યેદિયૂરપ્પાએ સાબિત કર્યો બહુમત

કર્ણાટકમાં રાજકીય સંકટનો અંત, યેદિયૂરપ્પાએ સાબિત કર્યો બહુમત

0
1534

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા કર્ણાટકના રાજકીય નાટકનો આખરે સોમવારે અંત આવ્યો છે. સોમવારે ભાજપના બાહુબલી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે. આ સાથે કર્ણાટકમાં રાજકીય નાટકનો અંત આવ્યો છે.

વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ કોંગ્રેસ સહિત અન્યા પાર્ટીઓએ મત વિભાજનની માંગ ફગાવી છે. સરકારના બહુમત પરિક્ષણ દરમિયાન મુખ્યમંત્રી યેદિયૂરપ્પાએ જણાવ્યું કે, રાજ્યના વિકાસ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

અગાઉ ફ્લોર ટેસ્ટમાં જોખમને પગલે રવિવારે ભાજપના તમામ ધારાસભ્યોને બેંગલૂરૂની હોટલમાં રોકવામાં આવ્યા હતા. ભાજપ વિધાયક દળની બેઠક પણ હોટલમાં જ યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યેદિયૂરપ્પા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અગાઉ સ્પીકર કેઆર રમેશકુમાર (K R Rameshkumar) દ્વારા બાકી બચેલા 14 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ ભાજપ (BJP) માટે બહુમત સાબિત કરવો સરળ માનવામાં આવી રહ્યો હતું. જ્યારે સ્પીકરના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court) જવાનો નિર્ણય કરી ચૂકેલા બળવાખોર ધારાસભ્યો પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માની રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, કર્ણાટકના રાજકીય નાટકમાં તેમનો ભરપુર ઉપયોગ થયો અને તેઓ સ્પીકરની સ્ક્રિપ્ટનો શિકાર બની ગયા છે. બળવાખોર ધારાસભ્યોએ (Rabel MLA) પોતાની રાજનીતિક કેરિયર બચાવવા માટે વિકલ્પ શોધવાનો શરૂ કર્યો છે.

ગેરલાયક ઠરેલા બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે, તેમની સાથે પોતાની પાર્ટી અને ભાજપ બન્ને દ્વારા ઠગાઈ કરવામાં આવી છે. ભાજપ દ્વારા તેમને કેબિનેટ મંત્રીનું પદ આપવાનું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ સ્પીકરે તેમની સાથે રમત રમીને અમારા સપના પર પાણી ફેરવી દીધું છે. અયોગ્ય ઠરતા તેઓની વિધાનસભા સદસ્યતા સમાપ્ત થવા ઉપરાંત 2023 સુધી તેઓ કોઈ પેટા ચૂંટણી પણ નહી લડી શકે.

અભદ્ર ટિપ્પણી કરનારા SP સાંસદ આઝમ ખાને લોકસભામાં માંગી માફી