Gujarat Exclusive > દેશ-વિદેશ > કર્ણાટક: ભાજપ સરકારે CM બન્યાના ત્રણ દિવસની અંદર જ ટીપૂ સુલતાન જયંતી રદ કરી

કર્ણાટક: ભાજપ સરકારે CM બન્યાના ત્રણ દિવસની અંદર જ ટીપૂ સુલતાન જયંતી રદ કરી

0
325

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાની સરકારે 18મી સદીના શાસક ટીપૂ સુલ્તાનની જયંતી (10 નવેમ્બર) ઉપર થનાર વાર્ષિક આયોજનને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર મુજબ રાજ્ય સરકારે તેની પાછળ તર્ક આપ્યુ કે આ આયોજન ‘વિવાદિત અને સાંપ્રદાયિક’ છે. તેમના પહેલા કર્ણાટકમાં સિદ્ધારમૈયાની કોંગ્રેસ સરકારે વર્ષ 2015થી ટીપૂ સુલ્તાનની જયંતી પર વાર્ષિક આયોજનની શરૂઆત થઈ હતી. સાથે જ કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ની ગઠબંધન સરકાર દરમિયાન ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

યેદિયુરપ્પા સરકારના આ નિર્ણય પર સિદ્ધારમૈયાએ વિરોધ કરતા ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક પાર્ટી ગણાવી હતી, તેની સાથે જ તેમણે કહ્યુ કે, ‘ટીપૂ સુલ્તાનની જયંતીની ઉજવણીના આયોજનની શરૂઆત મે જ કરી હતી કારણ કે તેઓ દેશના પ્રથમ સ્વાતંત્ર સેનાની હતા.’

જોકે આ કાર્યક્રમની શરૂઆતથી જ કર્ણાનાટકના કડગુ સમુદાયના લોકો તરફથી તેનો વિરોધ કરવામાં આવતો રહ્યો છે. કથિત રીતે ટીપૂ સુલતાને કડગુ લોકોના વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી હતી. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં આ સમુદાયના લોકોના મોત થયા હતા. તે સિવાય 2015 જ્યારે પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન થયુ ત્યારે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)એ પણ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. તે દરમિયાન થયેલી હિંસામાં એક કાર્યકર્તાનું મૃત્યુ પણ થયુ હતું.

મૉબ લિંચિંગ રોકવા માટે બનેલ મંત્રીઓના સમૂહની અધ્યક્ષતા અમિત શાહ કરશે