Gujarat Exclusive > દેશ-વિદેશ > કારગિલ વિજયના હીરોનું હવે પંજાબ સરકારે કર્યું સન્માન, બનાવ્યા ASI

કારગિલ વિજયના હીરોનું હવે પંજાબ સરકારે કર્યું સન્માન, બનાવ્યા ASI

0
304

કારગિલ યુદ્ધમાં વીર ચક્ર વિજેતા ભારતીય સેનાના પૂર્વી સૈનિક સતપાલ સિંહ હાલમાં પંજાબમાં સંગરૂરમાં ચાર રસ્તા પર હેડ કોસ્ટેબલ તરીકે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા છે. જો કે હવે રાજ્ય સરકારે તેમને પ્રમોટ કરવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રી અમરિંદર સિંહે તત્કાલ પ્રભાવથી સતપાલ સિંહને હેડ કોન્સ્ટેબલથી આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરના પદ પર પ્રમોશન આપવાનો આદેશ આપ્યો છે.

જણાવી દઈએ કે, 20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધના સમયે સતપાલ સિંહ ભારતીય સેનામાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ટાઈગર હિલ પર પાકિસ્તાની સેનાના હુમાલાનો પ્રતિકાર કરતા પાકિસ્તાનની નોર્થન લાઈટ ઈન્ફેન્ટ્રીના કેપ્ટન કરનલ શેર ખાન સહિત અન્ય 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ શેર ખાનને પાકિસ્તાને પોતાના સર્વેચ્ચ સમ્માન નિશાત-એ-હૈદરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય સતપાલ સિંહને ભારતમાં વીર ચક્રથી સમ્માનિત કરવમાં આવ્યા હતા.

સેનામાંથી નિવૃત થયા બાદ સંગરૂરના ભવાનીગઢ ચોકમાં હેડ કોન્સ્ટેબલ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન મીડિયામાં અહેવાલો વહેતા થયા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની સરકારે તેમને તત્કાલ પ્રમોટ કરવા આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે, તેમને આસિસ્ટન્ટ સબ ઈસ્પેક્ટરના (ASI) બનાવવામાં આવ્યા છે.

સતપાલ સિંહ ભારતીય સેનાના 8 શીખ ટીમમાં હતા, જેમાં બે અધિકારી, 4 જે.સી.ઓ અને 46 ઓ.આર.એસના સૈનિકો સામેલ હતા. આ ટૂકડીને વર્ષ 1999માં 19 ગ્રેનિડેયર્સના ટાઈગર હિલ પર કબ્જો જમાવવા માટે મદદ કરલા આદેશ મળ્યો હતો. આ ભીષણ જંગમાં 3 જે.સી.ઓ સહિત 8 સૈનિક શહીદ થયા હતા. 46 વર્ષીય સતપાલ તે જંગને યાદ કરતા કહે છે કે, અમે 5 જુલાઈની રાત્રે કડકડતી ઠંડીમાં પોઝીશન સંભાળી રહ્યા છે. ભારતીય સેનાની ટીમને પાછળ ધકેલવા માટે પાકિસ્તાન તરફથી 7 જુલાઈએ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે અમે તેનો જડબાતોડ જવાબ આપીને ટાઈગર હિલ્સ પર કબ્જો કર્યો હતો.

#KargilVijayDiwas: ‘ઓપરેશન વિજય’ના 20 વર્ષ પૂર્ણ, શહીદોના બલિદાનને સલામ