Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોરબંદરના આરોપીએ ભઠિયાર ગલી પાસે કારંજ PSIની પિસ્તોલ આંચકવાનો પ્રયાસ કરી અંગૂઠો કરડી ખાધો

પોરબંદરના આરોપીએ ભઠિયાર ગલી પાસે કારંજ PSIની પિસ્તોલ આંચકવાનો પ્રયાસ કરી અંગૂઠો કરડી ખાધો

0
169
  • અડધી રાત બાદ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફ સાથેની ઘટના
  • પોલીસ સ્ટેશનમાં સ્ટાફ જોડે મારામારી કરી : બે સાગરીત ફરાર

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને કડવો અનુભવ થયો. કારંજ પોલીસના PSI મકરાણી મંગળવારે રાત્રે પેટ્રોલિંગ પર હતા. ત્યારે તપાસ દરમિયાન એક ઇસમે તેમની પિસ્તોલ આંચકવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી કરી તેમના હાથનો અગૂઠો પણ કરડી ખાધો હતો.

લાલ દરવાજા ભઠિયાર ગલી પાસેની ઘટના

વિગત મુજબ લાલ દરવાજામાં ભઠિયાર ગલીમાં આવેલી ઝમઝમ હોટલ પાસે મંગળવારે 1.45 વાગ્યે મધરાત્રે રિક્ષામાં બેઠેલા ત્રણ યુવકોને પાલીસે ચેક કરતા એક ઇસમની પાસેથી લોખંડની ફેંટ મળી આવી હતી. PSI મકરાણીએ તે યુવકનો હાથ પકડતા આરોપીએ હુમલો કરી તેમની સરકારી પિસ્તોલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: માસિક 16 % વ્યાજ વસુલતા વ્યાજખોર દંપતિના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

પિસ્તોલ બચાવવાના ચક્કરમાં PSI નીચે પડી ગયા હતા. ત્યારે  અન્ય પોલીસ જવાનોએ આરોપીને પકડી રાખ્યો હતો. પણ આરોપીએ પીએસઆઈ મકરાણીના જમણા હાથે બચકું ભરી અંગુઠો કરડી ખાધો હતો.આ સમયે તકનો લાભ લઇ તેના બે સાગરિતો રિક્ષા સાથે ફરાર થઇ ગયા હતા. આરોપીએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો.

રિક્ષામાં બેઠેલા ત્રણમાંથી એક પાસેથી લોખંડની ફેંટ મળી

તપાસમાં જેની પાસેથી લોખંડની ફેંટ મળી આવી હતી. તે યુવકનું નામ અસલમ એહેમદ હસૈન નવહી છે. તે પોરબંદરના દરબાર પાડા છાયાનો રહેવાસી હોવાનું જણાયુ હતું. તેની પાસેથી લોખંડની ફેંટ મળી આવતાં કાર્યવાહી કરવા અસલમને પોલીસ સ્ટેશન લઈ જવા તજવીજ કરાઇ હતી. તે સમયે PSI મકરાણીએ આરોપી અસલમનો હાથ પકડતા આરોપીએ હુમલો કરી બેલ્ટમાં ભરાવેલી તેમની સર્વીસ પિસ્તોલ આંચકી હતી.

PSI મકરાણી પ્રતિકાર કરવા જતાં નીચે પટકાયા

મકરાણી પ્રતિકાર કરવા જતાં નીચે પટકાયા હતા. આરોપીએ તેમના હાથના અંગુઠા પર બચકું ભરી લીધું હતો. પોલીસ કર્મચારીઓએ આરોપીના મોમાંથી અંગુઠો છોડાવવા પ્રયાસ કર્યો પણ સફળ ના થયા દરમિયાન સ્થાનિક લોકો પોલીસની મદદમાં આવ્યા હતા. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરો પણ નીચે પટકાતા આંખ નીચે તેને ઇજા થઇ હતી.

આ પણ વાંચોઃ ચુની ગજેરા કેસમાં નવો વળાંક: શિક્ષિકા વિરૂદ્ધ સ્કૂલના આચાર્યએ નોંધાવી પૈસા પડાવ્યાની ફરિયાદ

તકનો લાભ લઇ આરોપીના બે સાગરિત ભાગી ગયા

પોલીસ સ્ટેશનમાં લાવ્યા પણ આરોપી અસલમ પોલીસ સાથે મારમારી કરતો હતો. બનાવ અંગે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. અસ્લામના અન્ય બે સાગરીતો સ્થળ પરથી રીક્ષા લઈ ભાગી ગયા હતા.