Gujarat Exclusive > રાજનીતિ > કર્ણાટક સંકટ: સ્પીકરે આપ્યું રાજીનામું, અયોગ્ય ઠરેલા ધારાસભ્યો ભડક્યાં

કર્ણાટક સંકટ: સ્પીકરે આપ્યું રાજીનામું, અયોગ્ય ઠરેલા ધારાસભ્યો ભડક્યાં

0
542

કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકારે ગૃહમાં વિશ્વાસ મત મેળવી લીધો છે. જે બાદ તમામ અટકળોનો અંત લાવતા સ્પીકર કેઆર રમેશકુમારે (K R Rameshkumar) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જણાવી દઈએ કે, સ્પીકર કેઆર રમેશકુમાર (K R Rameshkumar) દ્વારા બાકી બચેલા 14 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ ભાજપ (BJP) માટે બહુમત સાબિત કરવો સરળ માનવામાં આવી રહ્યો હતો. જ્યારે સ્પીકરના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court) જવાનો નિર્ણય કરી ચૂકેલા બળવાખોર ધારાસભ્યો પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માની રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, કર્ણાટકના રાજકીય નાટકમાં તેમનો ભરપુર ઉપયોગ થયો અને તેઓ સ્પીકરની સ્ક્રિપ્ટનો શિકાર બની ગયા છે. બળવાખોર ધારાસભ્યોએ (Rabel MLA) પોતાની રાજનીતિક કેરિયર બચાવવા માટે વિકલ્પ શોધવાનો શરૂ કર્યો છે.

ગેરલાયક ઠરેલા બળવાખોર ધારાસભ્યોએ જણાવ્યું કે, તેમની સાથે પોતાની પાર્ટી અને ભાજપ બન્ને દ્વારા ઠગાઈ કરવામાં આવી છે. ભાજપ દ્વારા તેમને કેબિનેટ મંત્રીનું પદ આપવાનું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ સ્પીકરે તેમની સાથે રમત રમીને અમારા સપના પર પાણી ફેરવી દીધું છે. અયોગ્ય ઠરતા તેઓની વિધાનસભા સદસ્યતા સમાપ્ત થવા ઉપરાંત 2023 સુધી તેઓ કોઈ પેટા ચૂંટણી પણ નહી લડી શકે.

પ્રેસ કોન્ફરન્સ કરીને ખેલનો ખુલાસો કરશે બળવાખોર MLA
અયોગ્ય ઠરેલા કેટલાક ધારાસભ્યો આગામી દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અને ભાજપ દ્વારા તેમની સાથે કરવામાં આવેલ ઠગાઈનો ખુલાસો કરવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં તેઓના રાજીનામાંથી લઈને 20 દિવસ સુધી રિસોર્ટમાં રોકાવા સહિત સમગ્ર ઘટનાક્રમ પરથી પરદો ઉઠાવવાની સંભાવના છે.

ફ્લોર ટેસ્ટમાં ભાજપનો વિજય નિશ્ચિત
જણાવી દઈએ કે, કુમારસ્વામી સરકારના ગયા બાદ યેદિયૂરપ્પાએ શુક્રવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતી. નવી સરકારના બહુમત સાબિત કર્યા પહેલા કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે 14 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. આ નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 207 થઈ ગઈ છે. આથી બહુમત સાબિત કરવા માટે યેદિયૂરપ્પાને 104 ધારાસભ્યોની આવશ્યક્તા છે. ભાજપ પાસે પોતાના 105 ધારાસભ્યો હોવા ઉપરાંત એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ મળી રહ્યું છે. આથી સરકાર બનાવવા માટે ફ્લોર ટેસ્ટમાં ભાજપનો વિજય નિશ્ચિત થઈ ગયો છે.

PM મોદીનો મોર્ફ્ડ ફોટો FB પર શેર કરાનાર 5 વર્ષે ઝડપાયો, રાજદ્રોહનો ગુનો નોંધાયો