Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કાંકરિયા દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, તૂટેલી રાઈડ્સનું લાઈસન્સ નકલી

કાંકરિયા દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, તૂટેલી રાઈડ્સનું લાઈસન્સ નકલી

0
223

અમદાવાદ શહેર ગત રવિવારના સાંજે કાંકરિયામાં રાઇડસ દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 2 લોકોના કરુણ મોત થયા હતા. આ ઘટનાને લઈ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલારો સામે થયો છે, જેમાં એડવેન્ચર પાર્કમાં આવેલી ડિસ્કવરી રાઇડનું લાઇસન્સ જ નકલી હોવાનું સામે આવતા અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, આ તપાસ દરમિયાન એડવેન્ચર પાર્કને વિવિધ પ્રકારની 24 રાઈડ ચલાવવાની મંજૂરી આપતું સંયુક્ત લાઇસન્સ અપાયેલું હતું. રાઇડ્સના સંચાલકો અને લાઇસન્સ માટે સંબંધિત વિભાગના અધિકારીઓની રહેમ નજરનાં કારણે જ 25મી એટલે ડિસ્કવરી રાઇડનું લાઇસન્સ ઈસ્યુ થઇ ગયું હતું.

રાઇડનાં સંચાલક ઘનશ્યામ પટેલના સંબંધી યશ ઉર્ફે લાલો પટેલ પાસે કોઇ સંબંધિત ડિગ્રી ના હોવા છતાં તેની સહીનું બોગસ લાઇસન્સ સર્ટિફિકેટ દસ્તાવેજોમાં જોડી દેવામાં આવ્યું હતું. કાંકરિયા રાઇડનાં તમામ 28 ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.જેમા મોટા ભાગના લોકોને પગ, થાપા, હાથમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોચી છે. હવે જોવાનું એ છે કે, જે લોકોએ પોતાના ઘરના ચિરાગ ગુમાવ્યા છે, તેવા ગુનેગારો સામે સરકાર કેવા પ્રકારની કાર્યવાહી કરશે.

સરકારી બેંકો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોનો ઢગલો, 25 દિવસમાં 35 હજાર રાવ