Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

0
105
  • 45 કરોડની પાલીહિલની ઓફિસ તોડી પડાતા કંગના છંછેડાઇ
  • બાળા સાહેબની વિચારધારાને સત્તા માટે વેચી મારીઃ કંગના

મુંબઇઃ બોલીવૂડ ક્વીન કંગના રણૌતે શિવસેના અને તેના પ્રમુખ CM ઉદ્ધવ ઠાકરે પર બરાબર મોરચો માંડી દીધો છે. બુધવારે શરુ કરેલો ટ્વીટર હુમલો તેણે ગુરુવારે પણ ચાલુ રાખ્યો. કંગનાએ બાપે કમાયેલા કર્મોની ગાદી પર બેઠેલા વંશવાદી ગણાવ્યા. સાથે કહ્યું કે શિવસેના હવે તેની વિચારધારા વેચીને સોનિયાસેના બની ગઇ છે.

BMCએ બુધવારે કંગનાની પાલીહિલ ખાતેની 48 કરોડની ઓફિસને માત્ર 24 કલાકના નોટિસ પીરિયડમાં તોડી પાડી. હવે તેની નજર કંગનના ખાર સ્થિત ઘર પર છે. તેથી છંછેડાયેલી કંગનાએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ટાર્ગેટ કર્યા છે.

આ પણ વાંચોઃ ઓફિસ તોડ્યા બાદ BMCની નજર હવે કંગનાના ઘર પર, ક્વીન વિફરી- ઉદ્વવ ઠાકરે અને કરણ જોહરને ઊઘાડા પાડીશ

બુધવારે વિદેશથી મુંબઇ પરત થયેલી કંગનાએ ઉદ્ધવ ઠાકરેને શિષ્ટાચારને બાજુએ મુકી તોછડાપણાથી જણાવ્યું હતું કે “ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે.”

… તમે કંઇ જ નથી માત્ર વંશવાદનો નમૂનો છોઃ કંગના

BMCની કાર્યવાહીથી અકળાયેલી કંગના રણૌતે ગુરુવારે ફરી ટ્વીટ કરી હતી કે,

” તમારા પિતાના સારા કર્મો તમને ધન તો આપી શકે છે. પરંતુ સન્માન તમારે જાતે કમાવવું પડે છે, મારો મોઢું બંધ કરશો પણ મારો અવાજ મારા પછી પણ ફરી લાખોમાં ગૂંજશે, કેટલા મોઢાં બંધ કરાવશો? કેટલા અવાજ દબાવશો? ક્યાં સુધી સત્યથી ભાગશો. તમે કંઇ જ નથી માત્ર વંશવાદનો એક નમૂનો છો.”

કંગના રણૌત આટલેથી અટકી નહીં તેણે ફરી બીજો ટ્વીટરબાણ ચઢાવ્યું અને લખ્યું કે,

” જે વિચારધારા પર શ્રી બાળા સાહેબ ઠાકરેએ શિવસેનાનું નિર્માણ કર્યું હતું, આજે તેઓ સત્તા માટે એજ વિચારધારાને વેચી શિવસેનાથી સોનિયાસેના બની ગઇ છે. જે ગુંડાઓએ મારી પાછળ મારું ઘર તોડ્યું તેમને સિવિક બોડી ન કહેશો, બંધારણનું આટલું મોટું અપમાન ન કરશો.”

CM ઉદ્ધવ એકદમ શાંત, કોઇ જવાબ નહીં

કંગના રણૌતના આટલા હુમલા છતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એકદમ શાંત છે. તેમણે કંગનાની એકપણ ટ્વીટનો જવાબ આપ્યો નહીં. અગાઉ પણ તેમણે કંગનાનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક લોકો જે શહેરમાં માન-સન્માન-પૈસા કમાવે છે. તેનો આભાર માનતા નથી.

કંગના વિરુદ્ધ શિવસેના શાબ્દિક જંગ

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી કંગના અને શિવસેનાના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે. શરુઆત કંગનાએ કરી હતી. તેણે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં કહ્યું હતું કે મુંબઇ તેને સુરક્ષિત લાગતું નથી. તેને મુંબઇ પાક. કબજાના કાશ્મીર (POK) જેવું લાગે છે.

આ પણ વાંચોઃ live: કંગના બેફામ; તોછડાપણા પર ઉતરી: CMને કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે’

તેના જવાબમાં સંજય રાઉત સહિતના શિવસેનાના નેતાઓએ કંગનાને ધમકીઓ આપવા માંડી હતી. સાથે માફીની માગ કરી હતી. વધુમાં કંગનાની પાલીહિલ ખાતેથી ઓફિસ તોડી પાડવામાં આવી અને હવે તેના ઘરનું બાંધકામ તોડવા કોર્ટમાં અરજી દાખલ કરી છે.