Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગના વિવાદઃ ફડણવીસે ઉદ્વવને કહ્યું- દાઉદનો ઘર છોડી કંગનાનો તોડી દીધો

કંગના વિવાદઃ ફડણવીસે ઉદ્વવને કહ્યું- દાઉદનો ઘર છોડી કંગનાનો તોડી દીધો

0
54
  • કંગના શિવસેના વચ્ચેનો વિવાદ હવે રાજકીય રંગે રંગાઇ રહ્યો છે
  • આઠવલેએ કંગનાને BPJ- RPIમાં જોડાવવા આમંત્રણ આપ્યું

મુંબઇઃ કંગના અને શિવસેના વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઝંપલાવ્યું છે. ફડણવીસે કંગનાની ફેવર કરતા CM ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દાઉદ ઇબ્રાહીમનોનો ઘર છોડી દેવામાં આવે છે જ્યારે અને કંગનાનો ઘર તોડી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં શાસક શિવસેના અને અભિનેત્રી કંગના રણૌત વચ્ચેનો વિવાદ હવે રાજકીય રંગે રંગોઇ રહ્યો છે. પૂર્વ સીએમ ફડણવીસે શિવસેના પર પ્રહાર કરતા જણાવ્યું કે,

“કંગનાના મામલે તમે (શિવસેના)એ હદ કરતા વધુ મહત્વ આપી દીધું છે. એ કોઇ નેતા નથી. તમે દાઉદનો ઘર તોડવા નહીં ગયા પરંતુ તમે તેનો બંગલો તોડી નાંખ્યો.”

આ પણ વાંચોઃ કંગના રનૌત પર વધુ એક સંકટ, મુંબઇ પોલીસ શરૂ કરશે ડ્રગ્સ કેસની તપાસ

થોડા દિવસો પહેલાં પણ ફડણવીસે BMCની કાર્યવાહી પર એક ટ્વીટ કરી હતી કે,

“શું આ એક પ્રકારનો રાજ્યમાં સરકાર દ્વારા પ્રાયોજીત આતંક છે.”

આઠવલેએ કંગના માટે વળતર માંગ્યુ

દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે શુક્રવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આઠવલેએ કંગનાની ઓફિસમાં બીએમસીની કાર્યવાહીને ખોટી ગણાવી વળતરની માગ કરી છે. અગાઉ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના વડા રામદાસ આઠવલએ કંગના સાથે તેના ઘરે આશરે 1 કલાક મુલાકાત કરી હતી. આઠવલેએ કંગનાને સુરક્ષાનું વચન આપતા કહ્યું હતું કે જો તે રાજકારણમાં આવવા માગતી હોય તો BJP અને RPI તેનું સ્વાગત કરશે.

આ પણ વાંચોઃ કંગનાનો હવે સનિયા ગાંધી પર હુમલોઃ કોંગ્રેસ અધ્યક્ષાના મૌન પર કર્યો વાર

કંગના પબ્લિસિટી સ્ટન્ટ કરી રહી છેઃ NCP

કંગનાએ આ મામલે કોંગ્રેસ અને સોનિયા ગાંધીને નિશાન બનાવતા એનસીપી મેદાનમાં કૂદી પડ્યો છે. NCP અધ્યક્ષ જયંત પાટીલે જણાવ્યું કે કંગના આ બધુ પબ્લિસિટી સ્ટન્ટ માટે કરી રહી છે. તેણે મહારાષ્ટ્ર અને મુંબઇ માટે અપશબ્દોનો ઉપયોગ કરી મુંબઇનું અપમાન કર્યું છે. શહેરના સુરક્ષિત બળની તુલના પાકિસ્તાન સાથે કરવી બહુ જ ટીકાપાત્ર છે. પોલીસ અંગે અપમાનજનક વાતો કહેવાનો મતલબ આ માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ છે.

નોંધનીય છે કે કેન્દ્રની ભાજપ સરકાર અભિનેત્રી કંગના રણૌતની પડખે છે. કંગનાને મુંબઇ આવતા પહેલાં શિવસેના તરફથી ધમકીએ મળતા તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહે કંગનાને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી દીધી હતી. તે જેવી 9 સપ્ટેમ્બરે મુંબઇ એરપોર્ટ પર ઉતરી કે તેના માટે કમાન્ડો તહેનાત હતા.

આ પણ વાંચોઃ Once upon time in Mumbai: તૂટેલી ઓફિસ જોઇ કંગના અપસેટ થઇ, હાઇકોર્ટમાં સુનાવણી 12 દિવસ ટળી ગઇ