Gujarat Exclusive > યુથ > મનોરંજન > live: કંગના બેફામ; તોછડાપણા પર ઉતરી: CMને કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે’

live: કંગના બેફામ; તોછડાપણા પર ઉતરી: CMને કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે’

0
65
  • સુશાંત કેસ તો બાજુએ રહ્યો, કંગના અને શિવસેના વચ્ચે જંગ છેડાયો
  • મુંબઇ આવતાની સાથે જ વીડિયો પોસ્ટ કરી કંગનાએ પ્રહારો કર્યા
  • સમગ્ર મામલાને કાશ્મીરી પંડિતો અને અયોધ્યા સાથે જોડી દીધો

મુંબઇઃ સુશાંત સિંહ આત્મહત્યા કેસનો કોયડો હજુ ઉકેલાયો નથી ત્યાં કેસમાંથી જન્મેલા કંગના વિરુદ્ધ શિવસેનાનો વિવાદ વધુને વધુ ચુંચવાઇ રહ્યો છે. મુંબઇમાં BMCએ કંગના રણૌતનું ઘર તોડતા અભિનેત્રી બેફામ થઇ ગઇ. તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તુકારા સાથે સંબોધન કર્યુ. કંગનાએ ટ્વીટ કરી જણાવ્યું કે, “ઉદ્ધવ ઠાકરે આજ મેરા ઘર તૂટા હૈ, કલ તેરા ઘમંડ તૂટેગા.”

સુશાંતના મોતના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસ અંગે કંગનાના નિવેદન બાદથી કંગના અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ વધી ગયો છે. બીએમસીએ કંગનાની ઓફિસને ગેરકાયદે નિર્માણ ગણાવી તોડી નાંખી. આની સાથે Y પ્લસની કેન્દ્રીય સુરક્ષા સાથે કંગના મુંબઇ પહોંચી હતી. તે સાથે જ તેણે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી મહારાષ્ટ્ર સરકાર અને સીએમ ઉદ્ધવ ઠાકરે સામે હુમલો કરી દીધો હતો.

મુંબઇ પહોંચતા જ કંગનાએ ઠાલવ્યો રોષ

કંગના રણૌતે પોસ્ટ કરેલા વીડિયોમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકી દીધો. સાથે આ મામલાને કાશ્મીરી પંડિતો સાથે જોડી તેણે કહ્યું કે તે માત્ર અયોધ્યા જ નહીં, કાશ્મીર અંગે પણ ફિલ્મ બનાવશે.

વીડિયોમાં શું કહ્યું કંગનાએ?

કંગના રણૌત 1.08 મિનિટના વીડિયોમાં કહતા સંભળાઇ રહી છે કે,

” ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયા સાથે મળી મારું ઘર તોડી મારી સાથે મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું પૈડું છે… યાદ રાખજે હંમેશા એક જેવું રહેતું નથી.”

“મને લાગે છે કે તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. કારણ કે મને ખબર તો હતી જ કે કાશ્મીરી પંડિતો પર શું વીત્યું હશે. આજે મેં તેનો અનુભવ કર્યો છે. હું આ દેશને વચન આપું છું કે હું માત્ર અયોધ્યા પર જ નહીં પણ કાશ્મીર પર પણ એક ફિલ્મ બનાવીશ.”

“હું આ દેશવાસીઓને જગાડીશ. કારણ કે મને ખબર હતી કે મારી સાથે આ થવાનું છે તો થશે જ. પરંતુ મારી સાથે થયું, તેનો કોઇ મતલબ છે. તેનો અર્થ છે. ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા અને આ જે આતંક જે, જે મારી સાથે થયું છે. જેનો કોઇ મતલબ છે. જેનો કોઇ અર્થ છે. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.”

લોકોને ધમકાવવાનો કંગનાના વકીલનો દાવો

કંગના રણૌતના વકીલે દાવો કર્યો છે કે BMCના અધિકારી પાલીહિલના લોકોને કંગનાનો બોયકોટ કરવા માટે ધમકાવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે શિવસેનાની ટીક કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે,

“કંગનાની ઓફિસ ગેરકાયદે હતી કે, તેને ડિમોલીશ કરવાની રીત?
કારણ કે હાઇકોર્ટને ખોટું લાગ્યું અને તાકીદે તેના પર સ્ટે મૂકી દીધો.
સમગ્ર કાર્યવાહી બદલાની ભાવનીથી ભરેલી હતી.
પરંતુ બદલાના રાજકારણની વય બહુ નાની હોય છે.
ક્યાંય એક ઓફિસના ચક્કરમાં શિવસેનાનું ડિમોવિશન ન થઇ જાય?”

સંજય રાઉત હવે મૌન બની ગયા

કંગના સામે સૌથી પહેલાં બાંયો ચઢાવનારા શિવસેના નેતા સંજય રાઉત હવે ચુપ થઇ ગયા છે. તેમણે કહ્યું કે કંગના વિવાદ પર કંઇ પણ કહેવું યોગ્ય નથી. મામલો હવે કોર્ટમાં છે, તેથી તે અંગે કંઇ કહેવું ઠીક નથી.”

એરપોર્ટ પર અફડાતફડી, પાછલા બારણે બહાર કઢાઇ

કંગના મુંબઇ આવી રહી હોવાની ખબર ફેલાતા જે તેના સમર્થકો અને વિરોધીઓ બુધવારે એરપોર્ટ પર ભેગા થઇ ગયા હતા. કંગનાના સમર્થનમાં રામદાસ આઠવલેની પાર્ટીના કાર્યકર્તા અને રાજપુત કરણી સેનાનાના સભ્યો પહોંચ્યા હતા. તો તેના વિરોધમાં 1000 શિવસૈનિકો ઝંડા સાથે પહોંચી ગયા હતા. જેથી એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પરિણામે CISFનો ભારે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખી કંગનાને એરપોર્ટના બીજા દરવાજેથી બહાર કાઢવામાં આવી હતી. કંગના તેની પહેન અને પરિવાર સાથે મુંબના તેના ઘરે પહોંચી હતી. હવે તેને નિયમ મુજબ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડી શકે છે.

કંગના ડરી ગઇઃ શિવસૈનિકો

કંગના એરપોર્ટ પર આવવાની હોઇ મોટી સંખ્યામાં શિવસૈનિકો પણ પહોંચી ગયા હતા. પરંતુ તંગ પરિસ્થિતને જોઇ સુરક્ષાવાળાઓએ કંગનાને પાછલા બારણે બહાર કાઢી હતી. તેથી શિવસૈનિકોએ કહ્યું કે કંગના ડરી ગઇ, તેથી બીજા દરવાજેથી બહાર નીકળી હતી.