Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગના વિ.રાઉત વિવાદમાં હવે CM ઉદ્ધવ ઠાકરે પણ કૂદયા, જાણો શું કહ્યું?

કંગના વિ.રાઉત વિવાદમાં હવે CM ઉદ્ધવ ઠાકરે પણ કૂદયા, જાણો શું કહ્યું?

0
81
  • મહારાષ્ટ્રના CMએ નામ લીધા વિના કંગનાને ટોણો માર્યો
  • રાહત-પુનર્વસન મંત્રીએ કંગનાને ભાજપનું પોપટ ગણાવી

મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસથી કંગના રણૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut)વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે CM ઉદ્ધવ ઠાકરે પણ કૂદયા છે. તેમણે કંગના( Kangana Ranout)નુx નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો મુંબઇમાં આવી નામ અને પૈસા કમાવે છે, પણ આભાર નથી માનતા.

અભિનેત્રી કંગનાએ મુંબઇની તુલના POK( પાક. અધિકૃત કાશ્મીર) સાથે કરતા મહારાષ્ટ્રમાં શિવસેના લાલધૂમ થઇ છે. રોજ બંને પક્ષેથી શાબ્દિક ટપાટપી થઇ રહી છે. જેને લીધે ગૃહમંત્રી અમિત શાહે કંગનાને Y પ્લસ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે.

આ મામલો લાસ્ટિકની જેમ વધુ ખેંચાઇ રહ્યે છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray)એ સોમવારે કંગનાનું નામ લીધા વિના ટોણો મારતા જણાવ્યું કે,

“કેટલાક લોકો જ્યાંથી રોજગાર કમાવે છે, કામ ધંધો શરુ કરે છે, તે શહેરનો ઉપકાર માનતા નથી. કેટલાક લોકો મુંબઇ આવી નામ કમાવે છે, પૈસો કમાવે છે, પરંતુ તેનો આભાર માને છે, તો કેટલાક નથી માનતા.”

સોમવારે વિધાનસભામાં શોક પ્રસ્તાવ પર બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો જ્યાં આજીવિકા મેળવે છે, તે શહેરના ઋણી હોય છે, પરંતુ કેટલાક નથી હોતા. CM ઠાકરેએ મહારાષ્ટ્રના પૂર્વ શિવસેના ધારાસભ્ય અને મંત્રી અનિલ રાઠોરને શ્રદ્ધાંજલિ અર્પતા આ ટિપ્પણી કરી હતી. અનિલ રાઠોરમાં તાજેતરમાં જ નિધન થયું હતું.

આ પણ વાંચોઃ કંગના રનૌતને મળી Y શ્રેણીની સુરક્ષા! ટ્વીટ કરીને અમિત શાહનો માન્યો આભાર

કંગના ભાજપનું પોપટ છેઃ રાહત મંત્રી

કેન્દ્ર સરકાર તરફથી કંગનાને મળેલી Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાના નિર્ણયને મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે રાજકારણથી પ્રેરિત ગણાવ્યો.

તેમણે આરોપ લગાવ્યો કે કંગના ભાજપનું ‘પોપટ’ છે. કંગનાને સુરક્ષા આપી કેન્દ્ર અને ભાજપે મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કરાયેલી તેની ટિપ્પણીને સમર્થન આપ્યું છે. જે રાજ્યના લોકો સાથે વિશ્વાસઘાત છે.

કંગનાની ટ્વીટે મચાવી છે બબાલ

કંગના રણૌતે થોડા દિવસ પહેલાં એક ટ્વીટ કરી હતી. જેના લીધે આ બબાલ મચી છે. તેણે મુંબઇની પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર સાથે તુલના કરતી ટ્વીટ કરી હતી. વિવાદ વધતા તેણે કહ્યું કે,

“મને હિમાચલ પ્રદેશ કે હરિયાણા પોલીસની સુરક્ષા જોઇએ. સાથે બોલીવૂડમાં કથિત ડ્રગ માફિયાનો ખુલાસો કરવા માટે હું મુંબઇ પોલીસની સુરક્ષા સ્વીકારવા તૈયાર નથી.”

આ પણ વાંચોઃ સુશાંતસિંહ કેસ: આજે પણ રિયાની ધરપકડ નહીં, કાલે NCB ફરીથી બોલાવશે

ભાજપના સ્થાનિક નેતાએ કંગના માટે સુરક્ષા માગી હતી

નોંધનીય છે કે ભાજપના સ્થાનિક નેતા રામ કદમે શિવસેનાની સરકાર પાસે કંગના માટે પોલીસ સુરક્ષાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કંગના બોલીવૂડના ડ્રગ માફિયા સાથેના કનેકશનનો ખુલાસો કરવા માગતી હતી. રામ કદમની ટ્વીટના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે,

“હું મૂવી માફિયાથી વધારે તો મુંબઇ પોલીસથી ડરે છે. તેથી મુંબઇ પોલીસની સુરક્ષા નહીં લઉ. પણ કાં તો હિમાચલ પ્રદેશની અથવા તો હરિયાણા પોલીસની સુરક્ષા લઇશ.”