Gujarat Exclusive > યુથ > મનોરંજન > શિવસેનાની ધમકી વચ્ચે આજે મુંબઈ પહોંચશે કંગના રનૌત, કોરોના રિપોર્ટ નેગેટિવ

શિવસેનાની ધમકી વચ્ચે આજે મુંબઈ પહોંચશે કંગના રનૌત, કોરોના રિપોર્ટ નેગેટિવ

0
60

શિમલા: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) કંગના રનૌત (Kangana Ranaut) નો કોરોના ટેસ્ટ (Corona Test) બીજી વખત નેગેટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ (Corona Report) નેગેટિવ આવવાની સાથે જ કંગના માટે મુંબઈ જવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કંગના બપોરે ફ્લાઈટ મારફતે ચંદીગઢથી મુંબઈ માટે રવાના થશે. હાલ કંગના મંડીથી ચંદીગઢ જવા માટે રવાના થઈ ગઈ છે.

Y શ્રેણીની સુરક્ષા સાથે કંગના રનૌત આજે ચંદીગઢ પહોંચશે. જ્યાંથી બપોરે 12:30 કલાકે ચંદીગઢ થી મુંબઈ જતી ફ્લાઈટમાં તે રવાના થશે.

અગાઉ કંગનાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જો કે તે સેમ્પલ રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે ફરીથી કંગનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચો: ભાજપ કાર્યાલય ‘કમલમ’ બન્યું કોરોનાનું હોટસ્પોટ, ભરત પંડ્યા સહિત 7 સંક્રમિત

આ દરમિયાન જ્યારે કંગના પોતાના પૈતૃક ગામ ભાંવલા પહોંચી, ત્યારે ત્યાં તેના ઘરે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં તેના ફેન્સના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર કંગના રનૌતના ડ્રગ્સ લેવાના આરોપોની તપાસ કરાવશે.

આ મામલે શિવસેના (Shivsena)એ કંગના વિરુદ્ધ ઠાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. કંગના વિરુદ્ધ ડ્રગ્સની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) અભિનેતા શેખર સુમનના પુત્ર અધ્યયન સુમનના ઈન્ટર્વ્યૂને આધાર બનાવ્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીને કંગનાનો જવાબ
ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, અધ્યયન સુમને ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, કંગના ડ્રગ્સ લે છે અને તેને પણ ડ્રગ્સ લેવા માટે ફોર્સ કરતી હતી. મંત્રી દેશમુખના નિવેદન પર કંગના રનૌતે પલટવાર કરતાં કહ્યું કે, મહેરબાની કરીને મારો ટેસ્ટ કરાવો. મારા કૉલ રેકોર્ટની પણ તપાસ કરો. જો કોઈ ડ્રગ્સ પેડલર્સ સાથે મારી કોઈ લિંક મળશે, તો હું મારી ભૂલ સ્વીકારીશ અને કાયમ માટે મુંબઈ છોડી દઈશ.

કંગનાના કાર્યાલય પર BMCની નોટિસ
BMCએ પણ કંગનાના કાર્યાલટ પર નોટિસ ચોંટાડીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. કંગનાની ઓફિસમાં કરવામાં આવેલા 10 નિર્માણને BMCએ ગેરકાયદેસર ગણાવ્યા છે.

જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, કંગના હિમાચલ પ્રદેશની દિકરી છે અને તેણે મુંબઈમાં જઈને હિમાચલનું નામ રોશન કર્યું છે.

અભિનેત્રી કંગનાએ અને શિવસેના સાથે ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે એલાન કર્યું હતું કે, તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવશે. હાલ તેને કેન્દ્ર સરકાર તરફતી Y શ્રેણીનું સુરક્ષા કવર આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, કંગના પહેલા જ સુશાંત સિંહ રાજપૂતના મોતનો આરોપ મુવી માફિયા અને નેપોટિજ્મ પર લગાવી ચૂકી છે. આ સિવાય મુંબઈ પોલીસ પર પણ સવાલો ઉઠાવી ચૂકી છે. કંગનાએ જ્યારે મુંબઈની સરખામણી PoK સાથે કરી, તે સાથે અનેક હસ્તિઓ સહિત શિવસેના નેતા સંજય રાઉતે તેની નિંદા કરી હતી.