Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગનાએ હવે જયા બચ્ચન પર કર્યો પ્રહારઃ અભિષેકને સુશાંતની ફાંસી સાથે જોડ્યો

કંગનાએ હવે જયા બચ્ચન પર કર્યો પ્રહારઃ અભિષેકને સુશાંતની ફાંસી સાથે જોડ્યો

0
189

જયા બચ્ચને નામ લીધા વગર ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન પર જોરદાર હુમલા કર્યા હતા

મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો શિવસેના-કંગના રણૌત (Kangana Ranaut) વિવાદ મંગળવારે દિલ્હીની સંસદમાં પહોંચી ગયો. રાજ્યસભામાં જયા બચ્ચન (Jaya Bachchan)ના નિવેદન પછી હવે ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પણ વચ્ચે પડી છે. કંગના (Kangana Ranaut) એ ટ્વીટ મારફતે જયા પર શબ્દપ્રહાર કર્યા. કંગનાએ જ્યા બચ્ચન (Jaya Bachchan)ને જણાવ્યું કે શું અભિષેક ફાંસી પર લટકી જાય તો પણ તમે એવું કહેશો?

આ પણ વાંચો: ‘મને કોઈએ થાળી નથી પીરસી…! જયાના જવાબ પર રવિ કિશનનો પલટવાર

કંગના (Kangana Ranaut)એ ટ્વીટ કરી જણાવ્યું કે,

“જયાજી શું તમે ત્યારે પણ આ જ કહેતા જ્યારે મારી જગ્યા તમારી પુત્રી શ્વેતાને ટીનેજમાં મારવામાં આવી હોત અને ડ્રગ્સ આપવામાં આવ્યું હોત. શું તમે ત્યારે પણ આ જ કહેતા? જો અભિષેક સતત ધમકીઓ અને શોષણની ફરિયાદ કરતા-કરતાએક દિવસ ફાંસો ખાઇ લેત? થોડી સહાનુભૂતિ અમારી સાથે પણ બતાવો.”

જયા બચ્ચ (Jaya Bachchan)ને મંગળવારે રાજ્યસભામાં બોલિવુડમાં ડ્રગને લઇને મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે નામ લીધા વગર ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન (Ravi Kishan) પર જોરદાર હુમલા કર્યા હતા. જયાએ સોમવારે રવિ કિશને આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે,

“હું ખૂબ જ દુઃખ થયું જ્યારે કાલે અમારા એક સાંસદે લોકસભામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિરુદ્ધ કહ્યું, જે પોતે ઇન્ડસ્ટ્રીમાંથી છે. આ શરમજનક છે. ‘જે થાળીમાં ખાઓ છે તેમાં જ છેદ કરો છે’ વાત ખોટી છે, ઇન્ડસ્ટ્રીને સરકારનું સમર્થન જોઇએ.”

જયાના નિવેદન પછી રવિ કિશ (Ravi Kishan)ને પણ પલટવાર કરતા જણાવ્યું કે,

“મને જયાજી પાસેથી આ આશા નહતી. મને લાગ્યું હતું કે મારા કાલના નિવેદન પર જયાજી આજે સમર્થન આપશે અથવા તો તેમણે મારી વાત જ નથી સાંભળી. તેમની પાર્ટી અલગ છે, તેમની વિચારધારા અલગ છે.”

આ પણ વાંચો: કંગનાએ ચંડીગઢ પહોંચતા મુંબઇને ભાંડ્યુઃ કહ્યું- શિવસેનાથી સોનિયા થતાં જ મુંબઇમાં આતંક વધ્યુ

બોલિવુડ એક્ટર સુશાંતના મોત પછીથી જ કંગના બોલીવૂડ પર પ્રશ્ન ઉભા કરતી રહી છે. બોલીવૂડ જ નહીં પરંતુ કંગના (Kangana Ranaut) મહારાષ્ટ્ર સરકાર સામે પણ આર-પારના મૂડમાં છે. તે સતત ઉદ્ધવ સરકાર પર હુમલા કરે છે, દરમિયાન કેન્દ્ર સરકારે પણ તેને વાય કેટેગરીની સિક્યોરિટી આપી છે. કંગના (Kangana Ranaut)ની મુંબઈ ઓફિસનો એક ભાગને પણ બીએમસીએ તોડી પાડ્યો છે.જેને લઇને કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર ક્રોધ જાહેર કર્યો હતો.