Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગના રનૌતનાં ઘર બહાર ફાયરિંગ, એક્ટ્રેસે કહ્યું- ‘મને ડરાવવાનો પ્રયાસ’

કંગના રનૌતનાં ઘર બહાર ફાયરિંગ, એક્ટ્રેસે કહ્યું- ‘મને ડરાવવાનો પ્રયાસ’

0
77
  • હું સચેત થઇ ગઇ કેમ કે આ ગોળી ચાલવાનો અવાજ હતો : કંગના
  • કંગનાએ કહ્યું, ‘તેઓની રાજકીય ટિપ્પણીને કારણે ડરાવવાનો પ્રયાસ’
  • આ મામલાની તપાસનો રિપોર્ટ પણ CM હાઉસ સુધી મોકલાશે : SP

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સતત પોતાનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારી કંગના રનૌત (Kangana Ranaut) ની ટીમે શુક્રવારનાં રોજ મોડી રાત્રીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. તેનાં મનાલી સ્થિત ઘરની પાસે ફાયરિંગનો અવાજ સાંભળવામાં આવ્યો છે. ત્યાર બાદ કુલ્લુ પોલીસ કંગનાનાં ઘરે પહોંચી. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને એવાં કોઇ જ પુરાવા નથી મળ્યાં. જો કે કંગના (Kangana Ranaut) નું કહેવું છે કે, “આ તેને ડરાવવાની કોશિશ કરવામાં આવી છે.” ત્યાર બાદ પોલીસની એક ટીમે કંગનાનાં ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

શું કહ્યું કંગનાએ?

કંગનાએ કહ્યું,

“હું મારા બેડરૂમમાં હતી અને રાત્રે લગભગ 11:30 વાગ્યે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો. પહેલા મને એમ લાગ્યું કે, કોઇએ ફટાકડા ચલાવ્યો છે પરંતુ જ્યારે બીજી વાર અવાજ સંભળાયો તો હું સચેત થઇ ગઇ કેમ કે આ ગોળી ચાલવાનો અવાજ હતો. હાલમાં આ સમયે મનાલીમાં પ્રવાસીઓ પણ નથી આવતા તો ફટાકડા પણ ક્યાંથી ફૂટે. એટલાં માટે મે તુરંત સિક્યોરિટીને બોલાવ્યો. મે જ્યારે તેને પૂછ્યું તો તેઓએ કહ્યું કે, ‘કોઇક છોકરાંઓ હોઇ શકે છે.’ મારા સિક્યોરિટીનાં માણસે ક્યારેય ગોળી ચાલવાનો અવાજ નથી સાંભળ્યો. જો કે બહાર કોઇ ન હોતું. અમે ઘર પર 5 લોકો છીએ. ત્યાર બાદ અમે પોલીસને બોલાવી લીધી.”

આ પણ વાંચોઃ સુશાંત કેસઃ રિયા વિરૂદ્ધ પોલીસને હાથ લાગ્યા મોટા પુરાવા, લુકઆઉટ નોટિસ જારી થઇ શકે

પોલીસે શું કહ્યું?

કંગનાએ જણાવ્યું કે, “પોલીસે કહ્યું કે, લગભગ કોઇ ચામાચિડીયાને મારવાની કોશિશ કરી રહ્યું છે કેમ કે ચામાચિડીયું સફરજનની ખેતીને નુકસાન પહોંચાડે છે. શનિવારનાં રોજ સવારે અમે સફરજનનાં બગીચાનાં માલિકને બોલાવ્યો પરંતુ તેઓએ જણાવ્યું કે, ‘તેઓએ કોઇ જ ગોળી નથી ચલાવી. એટલાં માટે અમને લાગે છે કે આ અમને ડરાવવા માટે કરવામાં આવ્યું હતું.’ કંગનાનું પણ એમ કહેવું છે કે તેઓની રાજકીય ટિપ્પણીને કારણે આ બધું થતું રહે છે. કંગનાએ એવો દાવો પણ કર્યો છે કે આ કોઇ વિદેશી હથિયારથી ચલાવવામાં આવેલી ગોળી હતી. કંગનાનું એમ પણ કહેવું છે કે આ ઘટના બાદ તે ડરશે નહીં.

પોલીસે શું કર્યું?

પોલીસે પોતાની એક ટીમ ત્યાં લગાવી દીધી છે અને વાહનોની ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે. કુલ્લુનાં એસપી ગૌરવ સિંહે જણાવ્યું કે, “કંગનાનાં ઘરે એક ટીમ તુરંત પહોંચી હતી. પોલીસને લાગે છે કે કોઇ ફાર્મ હાઉસનાં માલિકે આવો અવાજ ક્રિએટ કર્યો હતો. ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ પહોંચી હતી પરંતુ તેઓને કોઇ જ કારતૂસ અથવા તો બારૂદનાં નિશાન પણ નથી મળ્યાં. કંગનાનાં ઘરની આસપાસનાં લોકો સાથે પણ પૂછપરછ કરી. પોલીસે કંગનાનાં ઘરની આસપાસ સર્ચ ઓપરેશન વધારી દીધું છે અને આ મામલાની તપાસનો રિપોર્ટ પણ CM હાઉસ સુધી મોકલવામાં આવશે.”

આ પણ વાંચોઃ સુશાંત કેસ : મની લોન્ડ્રિંગ કેસ દાખલ, ગર્લફ્રેન્ડ રિયાને આવી શકે છે EDનું તેડું