Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘હું ડ્રગ એડિક્ટ બની ગઈ હતી’, કંગના રનૌતનો જૂનો વીડિયો વાયરલ

‘હું ડ્રગ એડિક્ટ બની ગઈ હતી’, કંગના રનૌતનો જૂનો વીડિયો વાયરલ

0
157

ડ્રગ મામલે આખા બોલિવુડને ઘેરનારી કંગના રનૌતે સ્વીકાર્યું

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut)ડ્રગ વિવાદ પર ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા છે. સુશાંત કેસમાં જ્યારથી ડ્રગ એન્ગલ સામે આવ્યું છે, કંગનાએ આખા બોલિવુડ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ અહીં સુધી કહ્યું છે કે 90 ટકા સેલેબ્સ ડ્રગ એડિક્ટ છે અને તમામ ડ્રગ પાર્ટીમાં સામેલ થાય છે. કંગના (Kangana Ranaut)એ આપેલા નિવેદનોના કારણે બોલિવુડમાં હલચલ મચી ગઇ છે અને એક નવી ડિબેટ શરૂ થઇ ગઇ છે. પરંતુ લાગે છે કે હવે આ વિવાદમાં ખુદ કંગના રનૌત પણ ફસાઇ ગઇ છે.

કંગનાએ સ્વીકાર્યુ તેઓ ડ્રગ એડિક્ટ હતી

કંગના રનૌત (Kangana Ranaut)નો સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કંગના રનૌત (Kangana Ranaut) સ્વીકારી રહી છે કે એક સમયે તે ડ્રગ એડિક્ટ બની ગઈ હતી. તેનો આ સ્ટેટમેન્ટ પોતાનામાં જ એક નવા વિવાદને જન્મ આપવા માટે પૂરતું છે. જે અભિનેત્રી સતત આખા બોલિવુડને ડ્રગ વિવાદ પર ઘેરવાના પ્રયાસ કરી રહી છે અને પછી પોતાનો જ એક વીડિયોમાં તે સ્વીકારી રહી છે કે તે પણ ડ્રગ અડિક્ટ હતી, તો અહીં સામાન્ય વાત છે કે કોઇ પણ અચંબિત તો થઇ જ જશે.

આ પણ વાંચો: શિવસેનાનો સવાલ- ‘મુંબઈને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર ચૂપ કેમ?’

એ વીડિયોમાં કંગના (Kangana Ranaut) કહી રહી છે કે, હું માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ઘરેથી ભાગી ગઈ હતી અને પછી થોડાક જ વર્ષોમાં એક ફિલ્મ સ્ટાર બની ગઈ. પરંતુ હું શરૂઆતના વર્ષોમાં એક ડ્રગ એડિક્ટ હતી. મારા જીવનમાં ઘણાં કાંડ થયાં. હું શરૂઆતમાં જ એવા લોકો વચ્ચે આવી ગઇ જેથી ઘણી મુશ્કેલીઓ થઇ. હવે કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ઘણાં લોકો તેના પર રિએક્ટ પણ કરી રહ્યા છે.

View this post on Instagram

 

#KanganaRanaut talks about the time when she couldn’t close her eyes because tears won’t stop. 🙏🙏

A post shared by Kangana Ranaut (@kanganaranaut) on

આ પણ વાંચો: Sushant Case: ડ્રગ્સ કનેક્શનમાં રિયાએ લીધુ સારા અલી ખાન અને રકુલ પ્રીતનું નામ!

બોલિવુડ રિએક્ટ કરશે?

જણાવી દઇએ કે, કંગનાએ એ જરૂર જણાવ્યું છે કે તે એ પાર્ટીઓમાં સામેલ થઇ છે જ્યાં ડ્રગ્સ ચાલતું હતુ. તેણે જ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે એ પાર્ટીઓમાં કોકિનનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ હવે એ નિવેદનો વચ્ચે કંગનાનો આ જૂનો વીડિયો અનેક પ્રશ્નો ઉભાં કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યુ કે આ વીડિયો સામે આવ્યા પછી બોલિવુડ સેલેબ્સ તેના પર રિએક્ટ કરે છે કે નહીં.