Gujarat Exclusive > યુથ > મનોરંજન > Kangana નોનસ્ટોપઃ કહ્યું- ‘હું એક ક્ષત્રાણી છું, માથુ કપાવી શકું છું પણ નમાવીશ નહીં’

Kangana નોનસ્ટોપઃ કહ્યું- ‘હું એક ક્ષત્રાણી છું, માથુ કપાવી શકું છું પણ નમાવીશ નહીં’

0
158
  • અભિનેત્રીએ ગૃહવતન મનાલીથી પ્રહારો ચાલુ રાખ્યા
  • ચારેબાજુથી ટીકા થતા Kanganaએ નવી ટ્વીટ મૂકી

મુંબઇ/મનાલીઃ સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે સરકાર અને ફિલ્મ ઉદ્યોગને સંડોવી એક પછી એક નવા વિવાદ સર્જી રહેલી બોલીવૂડ ક્વીન કંગના રણૌતે (Kangana Ranaut)ટ્વીટર પર નોનસ્ટોપ હુમલો ચાલુ રાખ્યો છે. જયા બચ્ચનની ટીકા કરવાને કારણે ચારેબાજુથી ઘેરાયેલી કંગનાએ ગુરુવારે ફરી ટ્વીટ કરી કે,

” હું માથુ કપાવી શકું છું પણ નમાવીશ નહીં, હું એક છત્રાણી છું.”

બુધવારે બોલીવૂડ પર ગંભીર આરોપ લગાવી કંગના( Kangana)એ લખ્યું હતું કે હીરો સાથે પથારી ગરમ કર્યા પછી બોલીવૂડમાં એક નાનકડો રોલ મળે છે.

આ પણ વાંચોઃ કંગનાએ હવે જયા બચ્ચન પર કર્યો પ્રહારઃ અભિષેકને સુશાંતની ફાંસી સાથે જોડ્યો

આજે ગુરુવારે કંગનાની ચારેબાજુથી ટીકા થવા લાગતા તે ઝૂકી નથી ઊલટાનું તેણે કરેલી નવી ટ્વીટમાં જણાવ્યું કે તે ઝૂકી જનારા લાકોમાંથી નથી. તેણે ટ્વીટ કરી કે,

“હું એક ક્ષત્રાણી છું, માથુ કપાવી શકું છું પણ માથું નમાવી શકતી નથી. રાષ્ટ્ર સન્માન માટે હંમેશા અવાજ ઉઠાવતી રહીશ. માન-સનામાન સાથે જીવી છું અને ગર્વથી રાષ્ટ્રવાદી બનીને જીવતી રહીશ. સિદ્ધાંત સાથે ક્યારે સમાધાન કર્યું નથી અને કરીશ પણ નહીં. જ્ય હિન્દ.”

બે મિનિટનો રોલ આઇટમ નંબર્સ અને એક રોમાન્ટિક સીન મળેઃ Kangana

બુધવારે કંગના રણૌતે ટ્વીટ કરી જયા બચ્ચનના સંસદના સંબોધનને નિશાન બનાવ્યું હતું અને લખ્યું હતું કે,

કઇ થાળી આપી છે જયાજી અને તેમની ઇન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી, જેમાં બે મિનિટનો રોલ આઇટમ નંબર્સ અને એક રોમાન્ટિક સીન મળે છે, તે પણ હીરો સાથે સૂઇ ગયા પછી.”

” મેં આ ઇન્ડસ્ટ્રીને ફેમિનિઝમ (નારીવાદ)નો પાઠ ભણાવ્યો, દેશભક્તિ, નારીપ્રધાન ફિલ્મોથી સજાવ્યુ. આ મારી પોતાની થાળી છે. જ્યાજી તમારી નથી.”

આ પણ વાંચોઃ કંગનાએ હવે જયા બચ્ચન પર કર્યો પ્રહારઃ અભિષેકને સુશાંતની ફાંસી સાથે જોડ્યો

અગાઉ પણ કંગના (Kangana)એ ટ્વીટ કરી જયા બચ્ચન પર હુમલો કર્યો હતો. તેણે લખ્યું હતું કે, જ્યાજી તમે ત્યારે પણ આ જ કહેત જો મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને કિશોરાવસ્થામાં મારપીટનો સામનો કરવો પડ્યો હોત. ડ્રગ્સ આપવામાં આવ્યું હોત, શોષણ થયું હોત.”

“શું તમે ત્યારે પણ આવું કહેત જો અભિષેક સતત ધમકીઓ અને શોષણની વાત કરતા અને એક દિવસ ફાંસીએ લટકી ગયા હોત? થોડી સહાનુભૂતિ અમારી સાથે પણ રોખો”